ડીસા,તા.ર૬
થરાદ નજીક ડીસાના ધારાસભ્યનું બોર્ડ ધરાવતી ગાડીને થરાદ-સાંચોર રોડ પર નડેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ જણાને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે.
બનાસકાંઠા જિલ્લાના થરાદ-સાંચોર રોડ પર ગતરોજ સ્કોર્પિયો અને મીની ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જણનું મોત નીપજ્યું હતું જયારે ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતગ્રસ્ત સ્કોર્પીઓ કાર ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યાના નાના ભાઈ અને બનાસકાંઠા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રમેશભાઈ પંડ્યાની હોવાનું સામે આવ્યું છે.આ ઘટનામાં રમેશભાઈ પંડ્યા સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. જ્યારે થરાદના એક યુવકનું મોત નીપજ્યું છે.. આ ઘટના બનતા થરાદ-સાંચોર રોડ પર ભારે ચક્કાજામ થઇ ગયો હતો.. આ ઘટના બાદ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા. ઇજાગ્રસ્તો પૈકી રમેશભાઈ પંડ્યાની હાલત ગંભીર જણાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.