(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૬
નવસારી લોકસભા સાંસદ સી. આર. પાટિલ વિરુદ્વ કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા ચૂંટણી પંચમાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. સેનાના ફોટા સાથે સોશ્યલ મીડિયામાં મેસેજ કરતાં સાંસદ સી. આર. પાટીલ વિરુદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. અસલમ સાયકલવાલા દ્વારા જણાવ્યા અનુસાર નવસારીના સાંસદ સી. આર. પાટીલ દ્વારા ગત રોજ ફેસબુક પર આપણી સેના હવે વધારે મજબુત ના હેડિંગ સાથે એક ફોટો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં હિન્દીમાં “ સેના કા મદદ કે સાથ સાથ મિલેગી ઔર મજબૂતાઇ અને યુદ્વમાં ટેંક કા કાલ બનેલી ડીઆઇટીઓ દ્વારા વિકસીત મૈન પોર્ટેબલ એંટી ટેંક ગાઇડેડ મિસાઇલ ઇસ મિસાઇલ કો ટેંક ઓપ હેલિકોપ્ટર યા લડાકુ વિમાન સે ઇસ્તેમાલ કિય જા શકતા હૈ”. આ પ્રકારે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી આદર્શ આચારસંહિતાની ગાઇડ લાઇનનો સરેઆમ ભંગ છે. ચુંટણી પંચ દ્વારા ચૂંટણી દરમિયાન સૈન્ય જવાનો કે સેનાનો ઉપયોગ ન કરવા અંગે જણાવવામાં આવ્યું હોવા છતાં સાંસદ સી. આર. પાટીલ દ્વારા ગઇકાલે સેનાના જવાનોના ફોટા સાથે સોશ્યલ મીડિયામાં મેસેજ વાયરલ કરતા વિવાદ થવા પામ્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાયકલવાલા દ્વારા ચુંટણી પંચમાં ફરિયાદ નોંધાવતા પૂર્વે આ સંદર્ભે જિલ્લા કલેક્ટર ડો. ધવલ પટેવને પણ મોડી રાત્રે બે લાગ્યે વોટ્‌સએપ અને ટેક્સ મેસેજ કરીને આ સંદર્ભેની જાણકારી આપવામાં આવી હતી. જોકે આ સંદર્ભે જાણ થતા હલા સોશ્યલ મીડિયા પરથી સાંસદ સી. આર. પાઠીલ દ્વારા સેનાના ઉલ્લેખવાળી પોસ્ટ હટાવી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે ચુંટણી પંચ આ ફરિયાદને પગલે શું કાર્યવાહી કરશે તેના પર સોની મીટ મંડાયેલી છે.