(એજન્સી) દેવાસ, તા.૩૧
બે કિલોથી પણ વધુ વજનના સોનાના આભૂષણ પહેરનાર એક વ્યક્તિના ઈલેક્શન ફ્લાઈંગ સ્કવોર્ડે મધ્ય પ્રદેશના દેવાસમાંથી ધરપકડ કરી છે. તે વ્યક્તિ પોતાની કારમાં ઝાંસીથી મુંબઈ જઈ રહ્યો હતો અને ગળામાં બે મોટી ચેન, બ્રેસલેટ, ઘડિયાળ, વીંટી જેવા ઘરેણા તેણે પહેર્યા હતા. ફ્લાઈંગ સ્કવોર્ડે તેને આચારસંહિતાનો દોષી માનીને કાર્યવાહી કરી દેવાસમાં રસૂલપુર બાયપાસ ચાર રસ્તા પર ધરપકડ કરાયેલ આ વ્યક્તિએ પોતાનું નામ લુઈસ પોઈ જણાવ્યું છે. તેની પાસે એમએચઓ-ર-સીએમ ૬૪૬પ કાર હતી. સ્કવોર્ડે તેને હિરાસતમાં લઈને આવકવેરા વિભાગને સોંપી દીધો છે. જ્યાં તેની પાસે તેના ઘરેણાંના બિલ માંગવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણીના સમયે આચરસંહિતા દરમ્યાન મહિલાઓને માત્ર પ૦૦ ગ્રામ અને પુરૂષોને રપ૦ ગ્રામ સોનાના આભૂષણ પહેરવાની પરવાનગી હોય છે. પરંતુ હાલ ધરપકડ કરાયેલ વ્યક્તિ બે કિલોથી પણ વધુના ઘરેણા પહેરેલ હાલતમાં મળ્યો હતો. જો કે કસ્ટમ વિભાગના અધિકારીઓએ તમામ ઘરેણાના બિલ જોઈને દસ્તાવેજી કાર્યવાહી કરીને જવા દીધો. પરંતુ તેના પર આવકવેરા વિભાગની કાર્યવાહી થઈ રહી છે.