જામનગર તા. ૧૧
જોડીયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ અંગે આજે તાલુકાનાં ગામડાઓનાં ખેડૂતોએ વિશાળ રેલી કરી મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું.
જામનગર જિલ્લાના જોડીયા તાલુકામાં ચોમાસાની મોસમાં ફક્ત ૧૦૫ મીમી જેટલો વરસાદ થયો હોવાથી તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સામે ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું. જોડીયા તાલુકાના ૫૦ જેટલા ગામનાં ખેડૂતોએ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ અંગે આજે વિશાળ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
ખેડૂતોએ એવી માંગ કરી હતી કે, તાલુકાના ડેમને સૌની યોજનાં હેઠળ પાણીથી ભરવાની જરૂર છે. ખેડૂતોને પાક વીમા, પશુધન માટે ઘાસચારો પૂરો પાડવો જોઈએ. આ સહિતની અનેક માંગણીઓ અંગેનું આવેદન પત્ર મામલતદારને પાઠવ્યું હતું.
જોડિયા તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ અંગે આવેદન

Recent Comments