(એજન્સી) અલ્હાબાદ, તા.૧૯
અલ્હાબાદ હાઈકોર્ટે પતંજલિ આયુર્વેદિક લિમિટેડ, નોઈડાના નિર્દેશક યોગગુરૂ બાબા રામદેવ, ગૌતમબુદ્ધનગરના જિલ્લા અધિકારી બ્રિજેશ નારાયણસિંહ અને યમુના એક્સપ્રેસ વેના મુખ્ય કાર્યકારી અધિકારી અરૂણ વીરસિંહ પર અદાલતના આદેશનો ઉલ્લંઘન કરવાના આરોપમાં નોટિસ જાહેર કરી છે. જસ્ટિસ અશ્વિનીકુમાર મિશ્રાએ ગૌતમબુદ્ધનગરના ગામના ખેડૂત સોહનલાલની અરજી પર આ નોટિસ જાહેર કરી છે. અરજીકર્તાનું કહેવું છે કે, પ્લોટ નંબર ૧૭ર-એ અને ૧૭ર-બીની પ્રાપ્તની કાયદાકીય સ્થિતિને પડકારવામાં આવી છે. અદાલતના આવેદન પર જવાબ દાખલ કરાયો અને વિવાદિત ભૂમિના યથાવતને જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. અરજદારની જમીન યમુના એક્સપ્રેસ વે અધિકૃતત્તા પક્ષમાં હાસિલ કરી બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદિકને આપી દેવામાં આવી. અદાલતના સ્ટેઓડરના હોવા છતાં અરજદારની જમીનને તારથી ઘેરી લેવામાં આવી છે. ફરિયાદ કરી હોવા છતાં આદેશને માનવામાં નથી આવી રહ્યો.
અદાલતનું અપમાન કરવા બદલ બાબા રામદેવ વિરૂદ્ધ નોટિસ જાહેર

Recent Comments