બાવળા,તા.૩
અમદાવાદથી ભાવનગર જતી ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની મીની લકઝરી બસ મટોડા પાટિયા પાસે ગંભીર અકસ્માતથી બચી ગઈ હતી. જેમાં ૪૩ પેસેન્જરનો અદભુત બચાવ થયો હતો.
ઉપરોક્ત બસ મટોડા પાટિયા નજીક પહોંચી ત્યારે ટ્રેલરને જીજે ૧ર એટી ૬૦ર૮માં યાંત્રિક ખામી સર્જાતા અચાનક અધ વચ્ચે બંધ થઈ જતાં બસના ડ્રાઈવરે સમય સુચકતા વાપરી બસને ડીવાઈડર પર લઈ જતા ગંભીર અકસ્માત સર્જાતા રહી ગયો હતો અને ૪૩ મુસાફરોનો અદભુત બચાવ થયો હતો જો કે બસની પાછળ બીજુ વાહન અથડાતા બસને બંને તરફ નુકશાન થયું હતું. બનાવની જાણ ચાંગોદર પોલીસને થતા પોલીસે એસટી ડ્રાઈવર અને સાણંદના સ્ટેટ ટ્રાન્સપોર્ટના એ.ટી.આઈ. મલેકે બસના તમામ મુસાફરોને આગળની મુસાફરી માટે વ્યવસ્થા કરી આપી હતી. જ્યારે અકસ્માતનો બીજો બનાવ ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. જેમાં ઢસાની અમદાવાદ કાર નં.જીજે ૦૪ ડી ૯રપ૬ લઈને જતા પરિવારને રાત્રે દોઢ વાગ્યાના સુમારે પીલુપુર, પાટિયા નજીક રખડતા ઢોરને બચાવવા જતા કાર ગરનાળામાં ખાબકતા કારમાં સવાર ત્રણ જણનો આબાદ બચાવ થયો હતો.