બાવળા, તા. ૪
ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશનના મોટી બોરુ ગામે રહેતા મશરૂભાઇ નાગરભાઈ દેવીંપૂજક (ઉ.વ.૫૦) મોટીબોરુ ગામની સીમમાં પરા વિસ્તારમાં ગતરોજ બકરા ચરાવવા ગયા હતા. ત્યારબાદ સાંજ સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે મશરુભાઈની લાશ સીમમાંથી શંકાસ્પદ હાલતમાં આવી હતી. ત્યારબાદ કોઠ પોલીસને આ અંગે જાણ કરવા કોઠ પોલીસના મહિલા પી.એસ.આઈ. તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. ત્યારે લાશનો કબજો લઇ ધોળકા સિવિલ ખાતે પી.એમ અર્થે મોકલી આપી જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ ચાલુ કરી હતી. ત્યારે પરિવારજનોએ તથા દેવીપુજક સમાજના લોકોએ મશરૂભાઈની કોઈ શખ્સોએ હત્યા કરી હોવાની આશંકા વ્યકત કરી હતી. ત્યારે આજરોજ ધોળકા આરોગ્ય કેન્દ્ર ખાતે મરણજનારના પેનલ ડોક્ટરોની હાજરીમાં પીએમ કરવામાં આવ્યું હતું. પરંતુ પરિવાર તથા દેવીપૂજક સમાજના લોકોએ પોલીસને ૩૦૨ મુજબ એફઆઈઆર કરવા જણાવ્યું હતું. પરંતુ પોલીસ દ્વારા જાણવા જોગ દાખલ કરતા તથા ડૉ. દ્વારા મરણ જનારને કોઈ ઈજા ન હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવતા દેવીપૂજક સમાજમાં રોષ ભભૂક્યો હતો અને દેવીપૂજક સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પોલીસ દ્વારા યોગ્ય ફરિયાદ કરવામાં ન આવે હત્યારાઓને પકડવામાં ન આવે ત્યાં સુધી મશરૂભાઈનો મૃતદેહ રવીંકારવાનો ઇન્કાર કર્યો હતો. આ સમયે દેવીપૂજક સમાજના ધોળકા બાવળા સાણંદના લોકો મોટી સંખ્યામાં ધોળકા સિવિલ ખાતે આવી પહોંચતા પોલીસ દ્વારા દેવીપૂજક સમજને મશરૂભાઈનો મૃતદેહ સ્વીકારવાનો પ્રયત્નો કર્યા હતા. આ લખાઈ રહ્યું હતું ત્યાં સુધીમાં દેવીપૂજક સમજે મશરૂભાઈનો મૃતદેહ સ્વીકાર કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અગાઉ ચા બાબતે મરણ જનારને બીજા માણસો સાથે તકરાર થયેલ હતી. તેને લઈ આ કૃત્ય કર્યાની શંકા હોય તેમ જણાવ્યું હતું. ધોળકા ડિવિઝનના અવિક અધિક્ષક દ્વારા યોગ્ય તપાસ હાથ ધરે તેવુ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.