બોડેલી, તા.૪
બોડેલી પંથકમાં શાળા એડમિશનમાં બાળકનું આધારકાર્ડ માંગતા વાલીએ આધારકાર્ડ બનાવવા ભરગરમીમાં દોડાદોડ કરી મૂકી છે. આધારકાર્ડ વગર એડમિશન ન મળતા વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. શાળામાં નવા બાળકોના એડમિશન અને બાળકો એક શાળામાંથી બીજી શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે. જેમાં શાળા આધારકાર્ડ વગર ફોર્મ ન સ્વીકારતા વાલીઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. બાળકોના આધારકાર્ડ બનાવવા માટે ભરગરમીમાં વાલીએ દોડાદોડ કરી મૂકી છે અને વાલીઓએ જણાવેલ છે કે, શું આધારકાર્ડ વગર એડમિશન ન મળે તો બાળકોનો ચાલુ વર્ષ બગડશે ? જ્યારે શાળા સંચાલકો ચાલુ શાળાએ શાળામાં આધારકાર્ડ કેમ્પ કરી વિદ્યાર્થીઓ આધારકાર્ડ બનાવે તો સરળ રહે તેમ છે જ્યારે શાળા શિક્ષક સાથે વાત થતાં જણાવ્યું હતું કે, સરકારી લાભો વિદ્યાર્થીઓને મળે તે માટે સરકાર આધારકાર્ડ માંગી રહી છે.