ભૂજ, તા.૧૯
પશ્ચિમ બંગાળના ખડગપુર જિલ્લા મુકસદપુર તાલુકાના કૈયગેરિયા ગામનો રર વર્ષીય યુવાન કામ ધંધા માટે ભૂજ સુધી પહોંચ્યો હતો. અહીં કોઈ કામ ધંધો ન મળતાં તે હતાશ થઈ ટેન્સનમાં આવી ગયો હતો. અંતે તેણે શેખપીર દરગાહથી ૧૦૦ મીટર ભૂજ તરફ જતાં ગુંજન મિનરલ્સ નજીક એક લીંબડાના વૃક્ષમાં લટકી જઈ આત્મહત્યા કરી હતી. પોલીસને જાણ થતાં બનાવની તપાસ હાથ ધરાઈ હતી. બિનવારસી અને અજાણી લાગતી વ્યક્તિના ખિસ્સામાંથી આખરે તેનો આધારકાર્ડ મળી આવ્યો હતો. જેના આધારે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ભૂજના પોલીસ હેડકોન્સ્ટેબલ ભયસુખ અમરા માલકિયાએ એલ.સી.બી. અને કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. જયસુખ ત્યારબાદ મુકસદપુર પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે મરણ જનારના ગામ અને ઘર સુધી પહોંચી પરિવારજનોને જાણ કરી હતી.
ભૂજથી ફેક્સ-વોટ્‌સઅપ અને પી.ડી.એફ. ફાઈલ પણ ખડકપુર પોલીસ સ્ટેશને મોકલવામાં આવ્યા. જેથી મરણ જનાર યુવાનના પિતાએ અમદાવાદથી તેમનાં પિતરાઈ ભાઈ-ભત્રીજાને જાણ કરતાં તેઓ ભૂજ આવી પહોંચ્યા હતા.
મરણ જનારની દુર્ગંધ મારતી લાશ વિકરાળ બની ચૂકી હતી. માનવ જ્યોતના પ્રબોધ મુનવર, રફીક બાવા, મહેશ મારાજ, વિક્રમ સથવારાએ ખારી નદી સ્મશાન ખાતે તેમના પરિવારજનોએ બે સભ્યોની ઉપસ્થિતિમાં લાશની અંતિમક્રિયા કરી હતી.
આમ આધારકાર્ડ, મોબાઈલ, વોટ્‌સએપ, ફેક્સ વગેરે મરણજનારની ઓળખ માટે ખૂબ જ ઉપયોગી બન્યા હતા.