(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૩
વડાપ્રધાન મોદીએ કહ્યું કે સરકાર ડિજિટલ પહોંચના માધ્યમ દ્વારા લોકોનું સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે અને આધારની સહાય દ્વારા સબસિડીને લક્ષિત લોકો સુધી પહોંચાડવા માટે બેહતર ઉપાયો દ્વારા દશ અબજ ડોલરની બચત થઈ છે. વૈશ્વિક સાયબર સ્પેસ સંમેલનમાં સંબોધિત કરતા મોદીએ કહ્યું કે ડિજિટલ પ્રોદ્યોગિકી બધાને સમાનતા પર લાવવાની મોટી ક્ષમતા ધરાવે છે અને તેણે સેવાઓને લોકો સુધી પહોંચાડવા માટે પ્રશાસનમાં સુધાર તથા શિક્ષણથી માંડીને આરોગ્ય સુધીના ક્ષેત્રમાં કારગર સાબિત થઈ શકે છે. મોદીએ કહ્યું કે સરકાર ડિજિટલ પહોંચના માધ્યમ દ્વારા લોકોનું સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. મોદીએ આગ્રહપૂર્વક કહ્યું કે રાષ્ટ્રોને એ વાતની સુનિશ્ચિતતા કરવાની જવાબદારી છે કે ડિજિટલ સ્પેસ આતંકવાદ અને આરોગ્યની સુવિધાઓ માટે પ્લેગ્રાઉન્ડ ન બને. તેમણે કહ્યું કે ભારત નીતનવી પ્રણાલીઓ શોધવા તથા શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓમાં યોગ્ય સમાધાન શોધી કાઢવામાં આતુર છે. સાયબર હુમલાને મોટું જોખમ ગણાવતાં મોદીએ કહ્યું કે ડિજિટલ સ્પેસનો ઉપયોગ આતંકવાદ માટે ન કરવો જોઈએ. વૈશ્વિક સાયબર સ્પેસ સંમેલનમાં સંબોધિત કરતા મોદીએ કહ્યું કે ડિજિટલ પ્રોદ્યોગિકી બધાને સમાનતા પર લાવવાની મોટી ક્ષમતા ધરાવે છે અને તેણે સેવાઓને લોકો સુધી પહોંચડાવા માટે પ્રશાસનમાં સુધાર તથા શિક્ષણથી માંડીને આરોગ્ય સુધીના ક્ષેત્રમાં કારગર સાબિત થઈ શકે છે.