(એજન્સી)
નવી દિલ્હી, તા.૩૧
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકેના કાર્યાલયમાં પોતાના પ્રથમ જ દિવસે, વાય.એસ. જગનમોહન રેડ્ડીએ ગુરૂવારે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ આર.પી. ઠાકુરને એન્ટિ કરપ્શન બ્યૂરો ચીફ એબી વેંક્ટેશવરા રાવ સહિત બરતરફ કરી દીધા છે, તેથી સમાચાર એજન્સીએ જણાવ્યું. ઠાકુરને પ્રિન્ટીંગ એન્ડ સ્ટેશનરી વિભાગ તથા રાવને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટમાં પોસ્ટ અપાઈ છે. રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ પાર્ટી જ્યારે તેઓ વિપક્ષમાં હતા, ત્યારે ચૂંટણી પંચ સાથે આ બે પોલીસ અધિકારીઓ સામે ઘણી ફરિયાદો મળી હતી. ભૂતપૂર્વ વિજયવાડા પોલીસ કમિશનર ગૌતમ સવાંગ, જે તકેદારી અને અમલ મહાનિર્દેશકની સેવા આપી રહ્યા હતા. તેમણે આર.પી. ઠાકુરનું સ્થાન ગ્રહણ કર્યું છે, તેમ સમાચાર એજન્સીએ જણાવ્યું. એડિશનલ જનરલ ઓફ ઈન્ટેલિજન્સ કુમાર વિશ્વજીતને ભ્રષ્ટાચાર વિરોધી ખાતાનો સંપૂર્ણ એડિશનલ ચાર્જ સોંપી દેવાયો છે. મુખ્ય સચિવ એલ.વી. સુબ્રમણ્યમની સતિષ ચંદ્રાની જગ્યાએ બદલી થઈ છે અને સતિષ ચંદ્રાની ભૂતપૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુની જગ્યાએ સ્પેશિયલ ચીફ સેક્રેટરી તરીકે બદલી થઈ હતી.

જગનમોહન રેડ્ડી સરકારે ભૂતપૂર્વ સીએમ નાયડુએ મંજૂર કરેલ યોજનાઓ રદ્દ કરવાનો નિર્ણય લીધો

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૧
પોતાનો કાર્યભાર શરૂ થયાના કલાકોમાં જ, વાયએસ જગનમોહન રેડ્ડી સરકારે (ંઆંધ્રપ્રદેશ) ગુરૂવારે ભૂતપૂર્વ એન. ચંદ્રાબાબુ નાયડુ સરકાર દ્વારા ૧લી એપ્રિલ, ર૦૧૯ પહેલાં મંજૂર થયેલી તમામ યોજનાઓને રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. માર્ચમાં સામાન્ય ચૂંટણીઓની તારીખો જાહેર થયાં પહેલાં જ આ કરોડો રૂપિયાની યોજનાઓ ટીડીપી સરકાર દ્વારા ઉતાવળમાં મંજૂર કરાઈ હતી. ચૂંટણીઓમાં જવલંત વિજય પ્રાપ્ત કર્યા બાદ, જગનમોહન રેડ્ડી સરકારે કાર્યભાર સંભાળતાની સાથે જ રાજ્ય મહાસચિવ એલ.વી. સુબ્રમણ્યમે તમામ વિભાગોને નોટિસ લખી છે. જેમાં જણાવાયું છે કે, ૧લી એપ્રિલ, ર૦૧૯ પહેલાં મંજૂર થયેલ પણ જેનું કામ શરૂ થયું ન હોય તેવી તમામ યોજનાઓ રદ્દ કરવામાં આવે છે.