(એજન્સી) નવી દિલ્હી,તા.ર
લોકસભામાં કંપની ટેક્ષમાં ઘટાડા બાબત થઈ રહેલ ચર્ચા દરમ્યાન કોંગ્રેસ સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સામે વિવાદિત ટિપ્પણી કરી હતી. એમણે નિર્મલા સીતારમણને નિર્બલા સીતારમણ કહ્યું એક દિવસ પહેલા જ એમણે મોદી અને શાહને ખુસણખોર કહ્યું હતું જેને લઈ સંસદમાં હોબાળો થયો હતો. સંસદમાં ચર્ચા દરમ્યાન ચૌધરીએ કહ્યું મારા મનમાં તમારા માટે સન્માન છે. પણ કેટલીક વખત વિચારૂં છું કે તમને નિર્મલા સીતારમણના બદલે નિર્બલા સીતારમણ કહેવું યોગ્ય થશે. તમે મંત્રી છો પણ જે તમારા મનમાં છે એ તમે કહી નથી શકતા. તમે પોતે નિર્ણય લઈ શકતા નથી. અમને લાગે છે કે જે નિર્ણયો તમારે કરવાના છે એ બીજાઓ કરી રહ્યા છે. એમણે ઘટેલ જીડીપી બાબત ધ્યાન ખેંચતા કહ્યું કે છ બીજા કવાર્ટરમાં જીડીપી ફકત ૪.પ ટકા રહ્યું હતું જે ૬ વર્ષનો સૌથી નીચો છે.
ચૌધરીએ કહ્યું કે ઉદ્યોગપતિઓ દેશમાં રોકાણો કરતા અચકાય છે કારણ એમણે ભાજપ સરકાર વિશ્વસનીય દેખાતી નથી. એમણે સરકારને જણાવ્યું કે અંગત આડકતરા વેરા ઘટાડવામાં આવે જેથી અર્થતંત્ર પાટા ઉપર દોડે.