(એજન્સી) તા.ર૪
લોકસભા કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી મંગળવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત સત્તાવાર ભોજમાં સામેલ નહીં થાય. ચૌધરીએ જણાવ્યું કે, મોદી સરકારે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે પ્રમુખ વિપક્ષી પાર્ટીને ચર્ચા-વિચારણા કરવાની પરવાનગી આપવાની જૂની પરંપરા સમાપ્ત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, હું રપ ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત ભોજમાં સામેલ નહીં થઉં. આ મારી વિરોધની પદ્ધતિ છે. તેમણે જણાવ્યું કે, સરકારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આમંત્રણ આપ્યું નથી. તેમણે જણાવ્યું કે, મોદી સરકાર દ્વારા પ્રમુખ વિપક્ષી પાર્ટીના નેતાઓની આ પ્રકારની મહત્ત્વપૂર્ણ યાત્રાઓ દરમિયાન અવગણના કરવી અને પરંપરામાં પરિવર્તન કરવું સારું નથી. પાછલી સરકારોમાં અમે સુનિશ્ચિત કર્યું હતું કે, પ્રમુખ વિપક્ષી પાર્ટીના નેતા અમેરિકન રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ અથવા બરાક ઓબામા સહિત ભારત આવનારા તમામ ગણમાન્ય લોકોને મળે.