જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફની બસ સાથે વિસ્ફટકો ભરેલી કાર અથડાવનારો જૈશનો આતંકવાદી આદિલ અહમદ ડાર હતો તેમ પોલીસ જણાવ્યું હતું.  કાકાપુરામાં રહેતા આદિલ અહમદ ડારને ‘આદિલ અહમદ ગાદી ટકરાનેવાલા’  અને ‘ગુલીબાગનો વકાસ કમાન્ડો’ તરીકે પણ ઓળખાય છે. પોલીસે કહ્યું કે, ૪૦ સલામતી દળો ભરેલી બસ સાથે સ્કોર્પિયો કારમાં ૩૫૦ કિલો જેટલું વિસ્ફોટક ભરેલું હતું. છેલ્લા કેટલાય દશકોમાં સૌથી ભયાનક આતંકવાદી હુમલા બાદ તરત જ આદિલના ફોટા અને વીડિયો બહાર આવ્યા હતા. ભારત વિરોધી નારા લગાવતા એક વીડિયોમાં આદિલ કહે છે કે, ‘મારૂં નામ આદિલ છે, એક વર્ષ પહેલા હું જૈશે મોહંમદમાં સામેલ થયો છું. એક વર્ષ બાદ મને તક મળી છે કે, હું શા માટે જૈશમાં સામેલ થયો છું. આ વીડિયો તમારા સુધી પહોંચશે ત્યારે હું સ્વર્ગમાં હોઇશ. કાશ્મીરના લોકો માટે આ મારો છેલ્લો સંદેશ છે’. આ વીડિયોમાં તે રાઇફલો અને હથિયારો સાથે સજ્જ દેખાતો હતો. આ હુમલા બાદ તપાસકારો પણ ચોંકી ઉઠ્યા છે કારણ કે, એક વર્ષ પહેલા જ જૈશે મોહંમદના સફાયાની જાહેરાતો કરી દેવાઇ છે.