(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
પાકિસ્તાનના મૂળ ગાયક અદનાન સામીએ પોતાની પત્ની તથા દીકરી સાથે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી અને મોદીએ મે મહિનામાં જન્મેલી અદનાનની દીકરી ‘મેદીના’ને પ્રેમપૂર્વક વ્હાલ કર્યું હતું. અદનાને વડાપ્રધાનને મદીના શહેરથી લાવેલી મીઠાઈ ભેટ કરી હતી. બન્ને આશરે ૪૦ મિનિટ સુધી મોદીની સાથે રહ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ મેદીનાને વ્હાલ કર્યું અને તેની સાથે સમય વીતાવ્યો હતો. અદનાને કહ્યું કે, અમે મારી પ્રથમ દીકરી સાથે વડાપ્રધાન મોદીથી મળ્યા અને આ મારા અને મારી પત્ની માટે ખૂબ જ ભાવુક પળ હતી. ભારતીય રાષ્ટ્રીય સંગીત અને પશ્ચિમી સંગીતમાં પ્રશિક્ષિત અને પિયાનો સાથે જાદુ પેદા કરવાના માહેર અદનાન પોતાના ગીતોથી બોલીવૂડમાં અને પાકિસ્તાનમાં ખૂબ જ પ્રખ્યાત છે. વર્ષ ર૦૧૬માં અદનાને ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી જેને કારણે પાકિસ્તાન મીડિયાએ ખૂબ જ આલોચના કરી હતી. તેમનું માનવું હતું કે, લોકોથી પ્યાર અને નફરત ગીતોના આધાર પર કરવી જોઈએ કે ન કે ધર્મ અને રાષ્ટ્રીયતાના આધાર પર. મેદીનાનો જન્મ ૯ મે ર૦૧૭ના રોજ થયો હતો. જન્મ બાદ ગાયક અને ગીતકાર અદનાન સામીએ પોતાની પુત્રીની તસવીર શેર કરતાં કહ્યું કે, ‘‘રોયા ઔર મે સાતવે આસમાન પર હૈ ઔર મેદીના આને સે ખુદ કો કિતના ખુશ કિસ્મત સમજ રહે હૈ’’ જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય.