સુરત,તા.૭
સુરત શહેરમાં અઢી વર્ષની બાળકી સાથે અડપલાં કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે એક વ્યક્તિની ધરપકડ કરી લીધી છે.
મળતી માહિતી પ્રમાણે શહેરના ડીંડોલી વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી સાથે રઇશ ઇશ્માઇલ પઠાણ નામના વ્યક્તિએ અડપલાં કર્યા હતા. રઇશે બાળકીને તેના ઘરમાં પૂરી દીધી હતી અને તેની સાથે અડપલાં કર્યા હતા.
બાળકીના માતાપિતાને આ અંગેની જાણકારી મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવમાં ડિંડોલી પોલીસે આરોપી રઇશ ઇશ્માઇલ પઠાણની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અસલામત ગુજરાત : અઢી વર્ષની બાળકીને ગોંધી રાખતાં અડપલાં કરનાર ઝડપાયો

Recent Comments