(એજન્સી) જયપુર,તા.૧૮
સરકારી સેવાઓ સિવાયના હેતુઓ માટે આધાર ડેટાનો ઉપયોગ કરનાર કોઈપણને સરકારે સજા કરવાની જરૂર છે, વ્હિસલ-બ્લોઅર એડવર્ડ સ્નોડેને કહ્યું હતું.
વિડીયો કોન્ફરન્સ દ્વારા ઇવેન્ટને સંબોધતાં તેમણે કહ્યું હતું કે, જો ભારત સરકાર સાર્વજનિક સુખાકારી માટે આધારને અમલમાં મૂકવા ગંભીર છે, તો તે આધાર ડેટાનો દુરુપયોગ કરતી કોઈપણ વ્યક્તિ સામે “ફોજદારી ગુનો” લાગુ કરવો જોઈએ.
તેમણે ગત સપ્તાહે જયપુરમાં યોજાયેલી ‘ટોક જર્નાલિઝમ‘ ઇવેન્ટના પાંચમાં સંસ્કરણનમાં જણાવ્યું હતું કે, સાર્વજનિક સર્વેલન્સ સિસ્ટમ આધારની જેમ દેખાશે કારણ કે તે સમાજનું વ્યવસ્થિત સર્જન કરે છે. સમાજની વ્યવસ્થાએ યુનિક આઇડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (યુઆઇડીએઆઇ) માટેની યોજનામાં જણાવાયું નથી.
એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, કોઈ સરકાર તમને એવું નહીં કે, “તમારી પાસે અધિકારો નથી”. તેઓ એવું કહેતા હશે કે તેઓ એક નવો પ્રોગ્રામમાં લાવી રહ્યાં છે જે લોકોના અધિકારોનું રક્ષણ કરશે અને તેમની સુરક્ષા કરશે.
સ્નોડેનએ જણાવ્યું હતું કે, તે એક મિથ્યા છે કે યુવાનો ગોપનીયતા વિશે ચિંતિત નથી, યુવાનો તેમની ગોપનીયતા વિશે ખૂબ ચિંતિત છે, તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, નાગરિકોને શા માટે તેમને ગોપનીયતાની જરૂર છે તે સમજવાની જરૂર નથી, સરકારની શા માટે લોકોને અધિકારની જરૂર નથી તે સમજવાની જરૂર છે.
ભૂતપૂર્વ યુએસએ ગુપ્ત એજન્સી સીઆઇએ (ઝ્રૈંછ)ના કર્મચારીએ જણાવ્યું હતું કે “અમારે પણ ગોપનીયતાના મુદ્દાઓ છે” કારણ કે, તેની ઉલ્લંઘન કરનારાઓને મદદ મળે છે. તેમણે જણાવ્યું હતું કે ગોપનીયતા વધુ સારી એન્ક્રિપ્શન સિસ્ટમ્સ અને મજબૂત કાનૂની વ્યવસ્થા દ્વારા સુરક્ષિત રાખી શકાય છે.