(સંવાદદાતા દ્વારા) જૂનાગઢ, તા.ર૮
જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનાં કોડવાવ ગામે રહેતાં કરશનદાસ ગાંગજીભાઈ પરસાણીયા (ઉ.વ.રપ) એ પોલીસમાં આ કામનાં આરોપીઓ જેનીશ અમૃતલાલ ખાનપરા, અમૃતલાલ ખાનપરા, ઈલાબેન અમૃતલાલ ખાનપરા (રહે. બધા મૂળ કેશોદ, હાલ નાશીકવાળા) વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે આ કામના ભોગ બનનાર જલ્પાબેન તેનાં સાસુ-સસરા તથા પતિને ગમતા ન હોય જેથી અવારનવાર મેણા-ટોણા તથા શારીરિક-માનસિક દુઃખ ત્રાસ આપી અને અન્ય જગ્યાએ મૈત્રી કરાર કરી લેવાની વાત કરતાં ભોગ બનનાર જલ્પાબેનને લાગી આવતા જાતે એસિડ પી લેતાં તેમનું મોત નિપજતાં ફરિયાદી કરશનદાસ ગાંગજીભાઈ પરસાણીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા તપાસ બાંટવા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.કે. રાઠવા ચલાવી રહ્યાં છે.
માળિયામાં પરિણીતાને ત્રાસ
માળિયા પટેલ સમાજની બાજુમાં રહેતા ડિમ્પલબેન મહેન્દ્રભાઈ મેસવાણીયા (ઉ.વ.૩૦)એ પોલીસમાં આરોપી પતિ મહેન્દ્રભાઈ શામળદાસ મેસવાણીયા તેમજ સાસુ લલિતાબેન શામળદાસ મેસવાણીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી એક બીજાને મદદગારી કરી પરિણીતાને ઘરકામ બાબતે ગાળો કાઢી તેમજ ઢીકાપાટુનો માર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં વધુ તપાસ માળિયા હાટીનાં પોલીસ સ્ટેશનમાં સબ ઈન્સ્પેકટર એન.કે. વિઝુંડા ચલાવી રહ્યાં છે.