નવી દિલ્હી, તા.૧પ
અફઘાનિસ્તાનના કપ્તાન અસગર સ્ટેનિકઝઈનું માનવુું છે કે તેની ટીમના વિશ્વસ્તરીય સ્પિનર ૧૪ જૂનથી બેંગ્લોર રમાનારી એક માત્ર ટેસ્ટ મેચમાં ભારતના દમદાર બેટ્‌સમેનોને ગંભીર પડકાર હજી કરશે. અફઘાનિસ્તાન ટેસ્ટ ક્રિકેટમાં પોતાનું બહુપ્રતિશિક્ષિત પદાર્પણ ચિન્ના સ્વામી સ્ટેડિયમમાં કરશે અને અસગરે કહ્યું કે તેમનું લક્ષ્યાંક ભારતને સારો પડકાર આપવાનું છે. તેણે કહ્યું કે કોહલી રમે કે ના રમે તો પણ ભારત ટોચની ટીમ છે અને પોતાની ધરતી ઉપર તો તે ખૂબ જ દમદાર છે બધા જાણે છે કે ભારતનો તેની ધરતી ઉપર સામનો કરવો ઘણો મુશ્કેલ છે. આ શીખવાની દૃષ્ટિએ સારો અનુભવ હશે. અમે જીતવા માટે રમીશું. અમારી પાસે વિશ્વ સ્તરીય સ્પિનર છે જે ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે તેણે કહ્યું કે અમે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યા છે પણ અમે પ્રથમ કક્ષાની મેચોના પર્યાપ્ત અનુભવ સાથે આ મેચમાં ઉતરીશું તેણે કહ્યું કે સ્પિન અમારી તાકાત છે.