નવી દિલ્હી, તા.ર૬
અફઘાનિસ્તાનના સ્પિનર રાશીદખાનનો જાદુ આઈપીએલમાં યથાવત છે તેણે જે રીતે કોલકાતા સામે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગ કરી તેને જોઈ સચિન તેન્ડુલકર જ નહીં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની પણ તેની પ્રશંસા કરવાથી પોતાને રોકી શક્યા નહીં. અફઘાન રાષ્ટ્રપતિએ કહ્યું કે અમને રાશીદ પર ગર્વ છે અને ભારતે અમારા ખેલાડીઓ માટે જે કર્યું તેના માટે અમને તેમના આભારી છે તેમણે પોતાના ટ્‌વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ ટૈગ કર્યા છે. તેમણે લખ્યું છે અફઘાનિસ્તાનને પોતાના હીરો રાશીદખાન પર ગર્વ છે હું ભારતીય મિત્રોનો અફઘાનિ ખેલાડીઓને પોતાનું રમત કૌશલ્ય બતાવવા માટે આટલુ મોટુ પ્લેટફોર્મ આપવા માટે હૃદયપૂર્વક આભારી છું રાશીદે સાબિત કર્યું કે અફઘાનિસ્તાન પાસે શું બેસ્ટ છે તે ક્રિકેટ વર્લ્ડ માટે એક સંપત્તિ બની ગયો છે. અમે તેને બીજા કોઈ દેશ માટે રમવા દઈશુ નહીં અફઘાનિસ્તાની ક્રિકેટરો મોટાભાગે ક્રિકેટ ભારતમાં જ રમે છે. નાયેડા અને દેહરાદૂન તેમનું હોમગ્રાઉન્ડ છે.