(એજન્સી) કાબુલ,તા.૨૩
ગઈકાલે અફઘાનિસ્તાનના હેલમંદ પ્રદેશમાં આવેલ પોલીસ હેડકવાર્ટર નજીક કાર બોમ્બ વિસ્ફોટ થતાં આશરે પાંચનાં મોત નીપજ્યા હતા, જ્યારે ૪૨થી વધુ ઘાયલ થયા હતા. પોલીસ વડા અબ્દુલ ગફાર સફઈના જણાવ્યા મુજબ હેલમંદની રાજધાની લશ્કર ગેહમાં પોલીસકર્મીઓ અને જવાનો તેમનો પગાર લેવા ભેગા થયા હતા. બોમ્બ બ્લાસ્ટમાં બે સ્થાનિક મહિલા, બે જવાનો અને એક બાળકનું મોત નીપજ્યું હતંુ. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂનમાં પણ લશ્કર ગેહમાં બેન્કમાં પગાર લેવા આવેલા સુરક્ષા દળો પર આતંકીઓએ હુમલો કર્યોં હતો.