(એજન્સી) કાબુલ, તા.૧૧
અફઘાનિસ્તાનના નાગરિક ઉડ્ડયન વિભાગે ર૬ વર્ષ બાદ પોતાના દેશનું હવાઈ નિયંત્રણ સંભાળી લીધું છે. કાબૂલમાંથી પ્રાપ્ત થયેલા અહેવાલ અનુસાર, અફઘાન રાષ્ટ્રપતિના ઉપપ્રવક્તા શાહ હુસૈન મુર્તઝવીએ જણાવ્યું છે કે, દેશનું હવાઈ નિયંત્રણ ફરી એકવાર દેશ પાસે આવી ગયું છે. ર૬ વર્ષ પહેલાં ૧૯૯રમાં અફઘાનિસ્તાનનું હવાઈ નિયંત્રણ નૌટોએ પોતાના હાથમાં લઈ લીધું હતું પરંતુ હવે તેને ફરીથી અફઘાન તજજ્ઞોને સોંપી દેવામાં આવ્યું છે. કાબૂલના હામિદ કરઝઈ હવાઈ મથક પર વિકસિત રડાર સિસ્ટમે કામ કરવાનું શરૂ કરી દીધું છે.
જે સંપૂર્ણપણે અફઘાન તજજ્ઞોના હવાલે કરી દેવામાં આવ્યું છે.
અફઘાનિસ્તાનના નાગરિક ઉડ્ડન વિભાગે ઘોષણા કરી છે કે, ડબ્લ્યુ એ.એમ.એન.એ.ડી. એસ.બી. વિકસિત રડાર સિસ્ટમનું ગુરૂવારની સાંજે રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના મંત્રીમંડળના સભ્યો તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.