(એજન્સી) વોશિગ્ટન, તા. ૧૧
રાજસ્થાનમાં મુસ્લિમ મજૂર અફરાઝુલની ખાનની ઘાતકી પર ભારતીય-અમેરિકન મૂળના લોકોમાં ભારે ગુસ્સો પ્રવર્તી રહ્યો છે. ભારતના સહિષ્ણુ મૂલ્યોની રખેવાળીની હિમાયત કરતી ઈન્ડીયન અમેરિકીન મુસ્લિમ કાઉન્સિલે ભારતીયો અને વિદેશીઓમાં પ્રવર્તી રહેલા ગુસ્સાની નોંધ લીધી છે. પશ્ચિમ બંગાળના મુસ્લિમ મજૂરની રાજસ્થાનના રાજસમંદમાં આરોપી શંભૂલાલે કથિત લવ જેહાદના આરોપસર ઘાતકી કરી નાખી હતી જેના પડઘાં વિદેશમાં પણ પડ્યાં છે. આરોપી શંભૂલાલે આ ઘાતકી કૃત્યનું રેકોર્ડિંગ પણ કર્યું હતું અને તેને ફેસબુક પર અપલોડ કર્યું હતું. આ સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ અહેસાન ખાને કહ્યું કે હાલમાં દેશમાં હિંસા અને નફરતનું જે વાતાવરણ પેદા થઈ રહ્યુ છે તેનાથી અમને ભારે આઘાત પામ્યાં છીએ. દિનપ્રતિદિન માહોલ બગડી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેને અપીલ કરતાં કહીએ છીએ કે તેમણે ધર્મ અને નાતજાતના ભેદભાવ વગર રાજ્યના લોકોનું રક્ષણ કરવા માટે તેમની બંધારણીય ફરજનું પાલન કરવુ જોઈએ. જેમાં આરએસએસ, બજરંગ દળ,વિશ્વ હિન્દુ પરીષદને કાબૂમાં લેવાનો પણ સમાવેશ થાય છે. આ તમામ સંગઠનો રાજ્યમાં મુસ્લિમોની સામે નફરતરૂપી ઝેર ફેલાવી રહ્યાં છે તેવું ખાને ઉમેર્યું. મોહમદ અફરાઝુલની હત્યા રાજસ્થાનમાં છેલ્લા નવ મહિનામાં મુસ્લિમો સામેની નફરતની ચોથી ઘટના છે. આ પહેલા એપ્રિલમાં પણ પહેલૂખાનની નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ જૂનમાં ઝફર હુસેનની પણ હત્યા થઈ.