ગોઝારા અકસ્માતના પગલે ભરૂચ અને ખેડા જિલ્લામાં શોકની લાગણી

last-1-4-1-2017ડરબન ખાતે ટોઈંગવાનને ઓવરટેક કરતી વેળા સર્જાયેલ અકસ્માતમાં કારમાં સવાર ભરૂચના ત્રણ અને નડિયાદના એક યુવકનું મોત નિપજ્યું હતું. તસવીરમાં અકસ્માતનું ઘટનાસ્થળ તથા ફાઈલ તસવીર મોતને ભેટેલ સરવર પઠાણ, મોહસીન પટેલ, યાસીન પટેલ, નજરે પડે છે.            (તસવીર : ઈદ્રીશ કાઉજી, ભરૂચ)

ભરૂચ, તા.૪

સાઉથ આફ્રિકાના ડરબન ખાતે ગતરોજ રાત્રીના સમયે ટોઈંગlast-2-4-1-2017વાનની ઓવરટેક કરવા જતા ભરૂચના વેપારીની કારને  સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ભરૂચના ૩ અને નડિયાદના ૧ મળી કુલ ૪ આશાસ્પદ યુવાનોના કરૂણ મોત નિપજતા ભરૂચ, ખેડા, જિલ્લામાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સાઉથ આફ્રિકાના જ્હોનિસ્બર્ગ ખાતે રહેતા મૂળ ભરૂચના બળેલી ખોના રહીશ સરવરખાન મહેબુબખાન પઠાણ (ઉ.વ.૩ર) ગતરોજ તેમના મિત્રો યાસીન યાકુબ પટેલ (મૂળ રહે.ગોકુલ નગર લીમડીચોક, ભરૂચ), મોહસીન પટેલ (ઉ.વ.૩૬) (મૂળ રહે.ભરૂચ) તથા જીગ્નેશ પટેલ (ઉ.વ.૩૬) (મૂળ રહે. નડિયાદ) સાથે જ્હોનિસબર્ગથી ડરબન ખાતે ધંધાર્થે ગયા હતા. ડરબનથી પરત ફરતા આફ્રિકાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ડરબન નજીક એક ટોઈંગવાનની ઓવરટેક કરવા જતાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં સરવર મહેબુબ પઠાણ, યાસીન યાકુબ પટેલ, મોહસીન પટેલ તથા જીગ્નેશ પટેલના ગંભીર ઈજાઓના પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજવા પામ્યા હતા. ગોઝારા અકસ્માતની ઘટનાના પગલે મૃતકના આફ્રિકા તેમજ ગુજરાતમાં રહેતા પરિવારજનોમાં ભારે આઘાત સાથે શોકની લાગણી પ્રવર્તવા પામી હતી. last-3-4-1-2017ઉલ્લેખનીય છે કે રોજી-રોટી કમાવવાના આશયથી ૧પ વર્ષ અગાઉ આફ્રિકાના જ્હોનિસબર્ગ ખાતે સ્થાયી થયેલા સરવર પઠાણ વ્યવસાયે બિઝનેસમેન હતા અને ગ્રોસમીના ધંધામાં સંકળાયેલા હતા જ્યારે મોહસીન પડદા બનાવવાના ધંધામાં સંકળાયેલ હતા. ચારેય યુવાનો પરિણીત હતા અને પરિવાર સાથે સાઉથ આફ્રિકામાં સ્થાયી થયા હતા. સરવર ખાન પઠાણના બે ભાઈઓ પણ આફ્રિકા સ્થાયી થયા છે જ્યારે એક ભાઈ ભરૂચમાં રહે છે. અકસ્માતના આ બનાવના પગલે પરિવારજનો હતપ્રભ થઈ જવા પામ્યા હતા. ભરૂચ ખાતે વાયુવેગે આશાસ્પદ યુવાનોના મોતના સમાચાર વહેતા થઈ જતા મૃતકના પરિવારજનોના ઘરે લોકોના ટોળા સાંત્વના પાઠવવા ઉમટી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છાશવારે વિચલિત કરતી ઘટનાઓ માટે પારંગત સાઉથ આફ્રિકામાં લૂંટફાંટની ઘટનાઓ બાદ અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થવા પામ્યો છે.