લંડન, તા.ર૩
શાહિદ આફ્રિદીએ એવી ઈનિંગ રમી જેને ક્રિકેટ પ્રેમીઓ લાંબા સમય સુધી યાદ રાખશે. બૂમ બૂમ આફ્રિદીના નામથી લોકપ્રિય પાકિસ્તાનના પૂર્વ કપ્તાને નેટવેસ્ટ ટ્‌વેન્ટી-ર૦ બ્લાસ્ટની કવાર્ટર ફાઈનલમાં ફક્ત ૪ર બોલમાં સદી ફટકારી હેમ્પશાયર તરફથી રમતા આફ્રિદીએ ૪૩ બોલમાં ૧૦૧ રન બનાવ્યા આ ધુઆંધાર ઈનિંગમાં ૭ સિકસર અને ૧૦ ચોગ્ગા સામેલ હતા. આ મેચમાં ડર્બીશાયરના કપ્તાન ગૈરી વિલ્સને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો પોતાની આ ઈનિંગ દરમ્યાન આફ્રિદીએ માત્ર ર૦ બોલમાં જ અર્ધસદી પૂરી કરી લીધી હતી. આ આફ્રિદીની ધમાકેદાર ઈનિંગનો જ કમાલ હતો કે હેમ્પશાયરની ટીમ ર૦ ઓવરમાં આઠ વિકેટે ર૪૯ રનનો વિશાળ સ્કોર બનાવવામાં સફળ રહી આ વિશાળ સ્કોરના બોજમાં દબાયેલી ડર્બીશાયરની ટીમ ૧૪૮ રનમાં જ સમેટાઈ ગઈ. હેમ્પશાયરની ટીમ ૧૦૧ રનથી જીતી.