National

હવામાન વિભાગે આગામી બે મહિના માટે વરસાદમાં બે ટકાના ઘટાડાની આગાહી કરી

(એજન્સી)
નવી દિલ્હી, તા. ૩
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ ચોમાસાના આગામી બે મહિનામાં વરસાદમાં બે ટકા ઘટાડાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ૯૫ ટકા વરસાદ પડશે. ચોમાસાના પ્રથમ બે મહિનામાં બિહાર, ઝારખંડ અને ઉત્તરપૂર્વના રાજ્યો સિવાય દેશના મોટાભાગમાં સારો વરસાદ પડ્યો છે અને આ ટ્રેન્ડ ચાલુ રહેશે. જુન અને જુલાઇમાં સારો વરસાદ પડ્યો હોવાથી કૃષિ મોરચે ભયનું કોઇ કારણ હોવાનું હવામાન વિભાગે નકારી કાઢ્યું છે.
હવામાન વિભાગે શુક્રવારે જણાવ્યું કે ૧૯૫૧થી ૨૦૦૦ દરમિયાન ખરેખર પડેલા વરસાદને આધારે ભારતનો લાંબાગાળાનો સરેરાશ વરસાદ ૮૯ સેમી છે. ૩૧મી જુલાઇ સુધીની વરસાદની માહિતી ધ્યાનમાં લઇને આ ગણતરી કરવામાં આવી છે. અગાઉ, એપ્રિલ અને મે મહિનામાં બે વાર હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે આગાહી કરવામાં આવી હતી. અનુકૂળ વાતાવરણ માપદંડોને આધારે દેશમાં ૯૭ ટકા વરસાદ પડવાની આગાહી કરાઇ હતી. હવે હવામાન વિભાગે તેના અગાઉના અંદાજમાં બે ટકાનો ઘટાડો કર્યો છે અને દેશમાં ૯૫ ટકા વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગની સંભવિત ગણતરી સૂચવે છે કે ચોમાસુ સામાન્યથી નીચે રહેવાની ૪૭ ટકા અને સમાન્ય રહેવાની ૪૧ ટકા શક્યતા છે જ્યારે સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની કોઇ શક્યતા નથી તેમ છતાં આવી સ્થિતિ સર્જાવાની ૧૨ ટકા શક્યતા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    એક્સક્લુસિવ : ભાજપના આઈકોન એસપી મુખરજી ગાંધીજીના હત્યારાને બચાવવા માટે ભંડોળ ઊભું કરવામાં ભાગીદાર હતા

    કટ્ટરતા – ભારત ભૂષણ મહાત્મા…
    Read more
    NationalPolitics

    ભાજપની ત્રિરંગા યાત્રાથી ખુશ થવાની જરૂર નથી, RSS ત્રિરંગાથી નફરત કરે છે

    નરેન્દ્ર મોદી સરકારે સ્વતંત્રતાની ૭૦…
    Read more
    National

    મુસ્લિમોએ માત્ર રક્ષાત્મક થવાને બદલે પાશ્ચાત્યવાદ અને હિન્દુત્વ સામે પ્રશ્નો ઊભા કરવાની જરૂર છે

    જરૂરિયાત – ડો. જાવિદ જમીલ હવે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.