સાવરકુંડલા, તા.૧૧
આજ રોજ ખેડૂત સમાજ ગુજરાતના ટ્રસ્ટીઓ સાગરભાઈ રબારી અને રમેશભાઈ વિરાણી ખેડૂત સમાજ ભાવનગરના પ્રમુખ ભરતસિંહ વાળા સાવરકુંડલાના આંબરડી ગામે પહોંચ્યા હતા અને આંબરડી ખાતે સાગરભાઈનું કુંડલા પ્રમુખ મહેશભાઈ સોડવડિયાએ સૌરાષ્ટ્રની પરંપરાગત પાઘડી પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાગરભાઈએ આજુબાજુના ગામોના ખેડૂતોના ખેતરોની મુલાકાત કરી હતી. ત્યારબાદ આંબરડી ખાતે સંમેલનમાં હાજરી આપીને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની ખેડૂતો સાથે બેસીને ચર્ચા કરી, તેમાં અમરેલી જિલ્લામાં રોજ ભૂંડનો જે ત્રાસ છે તેની પીડા વર્ણવી શકાય એમ નથી, ત્યાર બાદ બગસરા ના હાલરીયા ગામે પણ સંમેલન નું આયોજન કરવા માં આવ્યું હતું અને બંને સંમેલનમાં હજારો ખેડૂતો ભેગા થયા હતા, જિલ્લામાં મહિનામાં એકાદ વખત કોઈ પણ ગામની અંદર વન્યપ્રાણીઓ ખેડૂતોના ઢોરનું મારણ કરે છે અને ખેડૂત કઈ પણ કહી શકતો નથી, જો ખેડૂતના ખેતરમાં વન્યપ્રાણી મરેલું હોઈ તો ખેડૂતને સરકારી દફતરમાંથી છુટકારો મેળવતા નેવાના પાણી મોભે ચડાવવા જેવું થાય છે જ્યારે વનવિભાગ દ્વારા ૨૩ સિંહોનો ભોગ લેવાઈ ગયો ત્યારે વનવિભાગની સાથે-સાથે સરકારે પણ પોતાનું મોઢું સીવી લીધું છે, ઓછા વરસાદને લીધે સૌરાષ્ટ્ર ભરમાં ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે ફાંફા મારી રહ્યા છે ત્યારે અમરેલી ભાવનગરને દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવામાં આવે અને સરકાર હર એક ચૂંટણી વખતે કલ્સર યોજનાનું નાળિયેર નાખતી આવી છે તે કલ્પસર સૌરાષ્ટ્રને ક્યારે મળશે ? અને પાકવિમો, ખેડૂતોના દેવા માફી અને કૃષિનીતિ આ તમામ મુદ્દે આંબરડી અને બગસરાના હાલરિયા ગામે મળેલા સંમેલનમાં ચર્ચા કરવા આવી અને આગામી સમયમાં સરકાર આ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે તો તા.૨૧ અને ૨૨ના રોજ ખેડૂત સમાજ ગુજરાત ભરના પ્રમુખો, ઉપ પ્રમુખો અને કમિટીના તમામ સભ્યો ભેગા મળીને આગામી ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ખેડૂતોની દયનિય સ્થિતિની જવાબદાર સરકાર વિરૂદ્ધ આંદોલન રૂપી પોગ્રામો રજૂ કરશે.
આવેલા નરેશ વિરાણી, અશ્વિનભાઈ કોરાટ, પારસભાઈ સોજીત્રા અને બકુલભાઈ કોરાટ વગેરે હાજર રહ્યા હતા.
ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો

Recent Comments