(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૪
આગામી ચૂંટણીમાં પરિવર્તન નિશ્ચિત છે. દર વખતની જેમ હિન્દુવાદનો મુદ્દો ચાલશે નહિં. ભાજપના પગ તળેથી જમીન સરકી રહી છે. એટલે ભયના માર્યા રાષ્ટ્રીય નેતા ઓની ફોજને ગુજરાતમાં ઉતારી છે. તેમ આજે વડોદરાની મુલાકાતે આવેલા એનસીપીના નેતા પ્રફુલ પટેલે જણાવ્યું હતું. પત્રકારોની સાથે વાતચીત કરતા તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ભાજપ સામે જનઆક્રોશ છે. તેમ જણાવી ઉમેર્યું હતું કે, એનસીપીને કોંગ્રેસ સાથે ગઠબંધન થયું નથી. એટલે અમે ૫૮ બેઠકો ઉપર અમારા ઉમેદવાર ઉભા રાખ્યા છે. આ વખતની ચૂંટણીમાં એનસીપીની નિર્ણાયકસ ભૂમિકા રહેશે. ભાજપના શાસનથી ગુજરાતનો તમામ વર્ગ ત્રાસ પોકારી ગયો છે. પાટીદાર સમાજ સાથે અન્ય સમાજ સરકારની વિરૂધ્ધમાં છે. પાટીદાર સમાજને કોંગ્રેસ જે રીતે અનામત આપવાની વાત કરે છે તે શક્ય નથી. સરકાર રચવામાં તેમણે એનસીપીની નિર્ણાયક ભૂમિકા રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આગામી ચૂંટણીમાં પરિવર્તન નિશ્ચિત છે હિન્દુવાદનો મુદ્દો ચાલશે નહીં

Recent Comments