વઢવાણ, તા.૧૮
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સોલડી હળવદ અને મુળી ગામે ભરવાડ સમાજ ઉપર હુમલાની ઘટનાઓ બનવા પામી છે. જે સંદર્ભે ત્રણ-ત્રણ મૃતકો અને તોફાન આગજની ઘટનાઓના વિરોધમાં હળવદથી ગાંધીનગર ખાતે ભરવાડ સમાજ દ્વારા એક ન્યાયયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર ખાતે ભરવાડ સમાજના આગેવાનો દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવેલ જેમાં જણાવ્યા અનુસાર ધ્રાંગધ્રાના સોલડી અને મુળી તેમજ હળવદના ગોપાલધામ ખાતે સશસ્ત્ર હુમલાના બનાવમાં ત્રણ ભરવાડોએ જાન ગુમાવવા પડ્યા હતા. જેમાં સોલડી ગામના રાણાભાઈ કમાભાઈ ચિત્રોડીના ખેતાભાઈ નાગજીભાઈ અને ગોલાસણના રાણા ભાલુભાઈએ જાન આ હુમલામાં સશસ્ત્ર ધિંગાણામાં જાન ગુમાવ્યા હતા.
તેમજ ત્રણેય સ્થળો ઉપર તોડ-ફોડ આંગ ચાપી વાહનો સળગાવી અને જાનમાલને મોટામાં મોટંુ અને મિલકતોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનામાં સીસી ટીવીની ફુટેજ હોવા છતાં પોલીસ તંત્ર કે સરકાર દ્વારા ઝીણવટભરી તપાસ કરાવી અને માલધારી સમાજને હળાહળ અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે ભરવાડ સમાજ ન્યાય મેળવવા માટે તા.૩-૧૦ના રોજ માલધારી સમાજ અને ઓબીસી સમાજને સાથે રાખી એમના નેજા હેઠળ બેનરો કાર લઈને હળવદ ગોપાલધામથી શરૂ કરી છેક ગાંધીનગર વાહન રેલીનું ભવ્ય આયોજન ભરવાડ સમાજ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ રેલીમાં ભરવાડ સમાજના ગોવિંદભાઈ દોરાળા, હમીરભાઈ શિયાળ, મરઘાભાઈ દોરાળા, કાળુભાઈ માંગુડા, સુખાભાઈ ઝાંપડા, નવઘણભાઈ લાલજીભાઈ ખાટરીયા, છગનભાઈ દિનેશભાઈ રાઠોડ અને બીએસપીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહી રેલીમાં જોડાનાર છે.
આ રેલીમાં અન્યાય સામે ન્યાય માટેની માંગ ગૃહમંત્રીના રાજીનામા માટેની માંગ રાજકોટ રેન્જના આઈ.જી.ની તપાસમાં શું ઘટના અંગેની નોંધ લેવાઈ અને શું ન્યાય ભરવાડ સમાજને મળ્યો એના લેખા-જોખા વગેરે માંગ કરી આ રેલી હળવદના ગોપાલધામથી ગાંધીનગર ખાતે તા.૩-૧૦-૧૭ના રોજ પ્રસ્થાન કરી બેનરો સાથે ન્યાય માટેની લડતના મંડાણ કરનાર હોવાનું જણાવવામાં આવ્યું છે.