(સંવાદદાતા દ્વારા) જામનગર તા.૨૬
જામનગર નજીકના લોઠિયા ગામમાં લાકડાના કારખાનામાં ભભૂકેલી આગમાં દાઝી ગયેલા પરપ્રાંતિય શ્રમિકનું મૃત્યુ નિપજ્યું છે. જ્યારે વૃદ્ધને છાતીનો દુઃખાવો ભરખી ગયો છે. ઉપરાંત ખંભાળિયામાંથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ સાંપડયો છે. જામનગર તાલુકાના લોઠિયા ગામમાં આવેલા લાકડાના એક કારખાનામાં ગયા ગુરૃવારે સાંજે ઈલેટ્રીક મોટર ફાટતા ઝરેલા તણખાના કારણે નજીકમાં પડેલા લાકડાનો વહેર સળગી ઉઠયો હતો. આ વેળાએ તે કારખાનામાં કામ કરી રહેલા અલીશાટુંડુ મુન્નારામટુંડુ સાતથાલ નામના વીસ વર્ષના શ્રમિકને અગનજવાળા અડકી જતાં તે દાઝી ગયો હતો. આ યુવાનનું જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું છે. એએસઆઈ એ.આર. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી તપાસ હાથ ધરી છે.