કોર્ટના નિર્ણયથી ભારતી એરટેલ-વોડાફોન જેવી કંપનીઓને મોટી રાહત મળી,
હપ્તે હપ્તે કરી શકશે પેમેન્ટ, ટેલિકોમ કંપનીઓએ બાકી રકમના ૧૦ ટકા ૩૧
માર્ચ ૨૦૨૧ સુધી ચૂકવવા પડશે, ઈન્ટરનેટ અને કોલિંગના હવે નહીં વધે ભાવ,
કંપનીઓએ ૧૦% અપફ્રન્ટ ચૂકવણી ઓક્ટોબર સુધી કરવાની રહેશે • વોડાફોન-
આઈડિયાના રૂા. ૫૦,૪૦૦ કરોડ અને એરટેલના રૂા. ૨૬,૦૦૦ કરોડ બાકી છે

(એજન્સી) નવી દિલ્હી, તા.૧
સુપ્રીમ કોર્ટે મંગળવારે વોડાફોન આઈડિયા, ભારતી એરટેલ અને ટાટા ટેલિસર્વિસિસ સહિતની ટેલિકોમ કંપનીઓને અંદાજે રૂ. ૧.૬ લાખ કરોડની એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ (એજીઆર) સંલગ્ન બાકી રકમ ટેલિકોમ વિભાગને ચૂકવવાના મામલે શરતી રાહત આપી છે. સર્વોચ્ચ ન્યાયાલયે ટેલિકોમ કંપનીઓને એજીઆર સંબધિત બાકી લેણાંની ચૂકવણી કરવા ૧૦ વર્ષનો સમય આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે ઓર્ડરમાં જણાવ્યું છે કે, ટેલિકોમ કંપનીઓએ તેમની બાકી રકમ પૈકીની ૧૦ ટકા રકમ આગામી માર્ચ ૨૦૨૧ સુધીમાં ચૂકવવી પડશે. સુપ્રીમ કોર્ટના જજો જસ્ટિસ અરૂણ મિશ્રાની વડપણ હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે ટેલિકોમ વિભાગ દ્વારા એજીઆર સંલગ્ન રકમની માંગ તેમજ સુપ્રીમ કોર્ટે આ સંદર્ભે આપેલા ચુકાદો અંતિમ ગણાશે. ટેલિકોમ કંપનીઓના મેનેજિંગ ડિરેક્ટર અથવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરને આગામી ચાર સપ્તાહમાં ડીઓટીને ચૂકવવાની રકમ અંગે બાંહેધરી અથવા પર્સનલ ગેરેન્ટી આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટે કર્યો હતો. જો કોઈ ટેલિકોમ કંપની એજીઆર સંલગ્ન રકના હપતા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેના પર દંડ કરાશે અને વ્યાજ વસૂલવા ઉપરાંત તેને કોર્ટની અવમાનના પણ ગણાશે.
સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ નાદારીની પ્રક્રિયા હેઠળની ટેલિકોમ કંપનીઓ દ્વારા સ્પેક્ટ્રના વેચાણના મુદ્દે નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ નિર્ણય કરશે. સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ટેલિકોમ કંપનીઓ માટે ઘણા જ રાહતના સમાચાર છે. ખાસ કરીને વોડાફોન-આઈડિયા અને ભારતી એરટેલ માટે કેમ કે આ બંને કંપનીઓના સૌથી વધુ ચુકવણી કરવાની બાકી છે. વોડાફોન-આઈડિયાના રૂ. ૫૦,૪૦૦ કરોડ અને એરટેલના રૂ. ૨૬,૦૦૦ કરોડ છય્ઇ બાકી છે. અત્યાર સુધીમાં વોડાફોન-આઈડિયાએ રૂ. ૭,૮૫૪ કરોડ, એરટેલે રૂ. ૧૮,૦૦૦ કરોડ અને રિલાયન્સ જિયોએ રૂ. ૧૯૫ કરોડ ચૂકવ્યા છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન ટેલિકોમ કંપનીઓએ છય્ઇની બાકી રકમની ચુકવણી માટે ૧૫ વર્ષનો સમય માગ્યો હતો. જયારે ટેલિકોમ ડિપાર્ટમેન્ટે ૨૦ વર્ષનો સમય આપવા માટે કહ્યું હતું. જોકે, આજે ૧ સપ્ટેમ્બરે એપેક્સ કોર્ટે ૧૦ વર્ષની અંદર બાકી પેમેન્ટ કરવા માટે આદેશ કર્યો હતો.
શું હોય છે છય્ઇ?
એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યૂ દૂરસંચાર વિભાગ દ્વારા ટેલિકોમ કંપનીઓ પાસેથી લેવામાં આવતી યુસેઝ અને લાયસન્સ ફી છે. તેના બે ભાગ હોય છે- એક સ્પેકટ્રમ યુસેઝ ચાર્જ અને લાયસન્સ ફી, જે ક્રમશઃ ૩-૫ ટકા અને ૮ ટકા હોય છે.