(એજન્સી) આગ્રા, તા.ર૯
ઉત્તરપ્રદેશના ફતેહપુર સિકરીમાં સ્વિત્ઝરલેન્ડથી ભારત ફરવા આવેલા વિદેશી યુગલ જેરેમી કલર્ક અને મૈરી ડ્રોકલની સાથે બદસલૂકી અને મારપીટનો મામલો હજી શાંત પણ નથી થયો ત્યારે વધુ એક યુગલને તાજમહેલની સામે કથિત રીતે એક પાર્કની અંદર બંધ કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બુધવારની બતાવવામા ંઆવી રહી છે. બગીચાની અંદર બંધ સ્વિસ યુગલે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પાસેથી મદદ માગી ત્યારબાદ તેમને બચાવવામાં આવ્યા હતા.
એટલું જ નહિ સાથે યુગલે આરોપ લગાવ્યો કે જ્યારે પોલીસની પાસે ફરિયાદ કરવા માટે ગયા તો પોલીસ કર્મીઓએ પણ તેઓની સતામણી કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ડોરિન માટોપુ અને તેમની પત્ની સબીના પોતાના ગાઈડ સાથે સાંજે ચાર વાગ્યાની આસપાસ પાર્કમાં પહોંચ્યા ત્યારે ગાર્ડે તેઓને પ્રવેશવતા અટકાવ્યા હતા. આગામી દિવસ તેઓએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે જ્યારે અમે ગાર્ડને કહ્યું કે પ્રવેશનો સમય ક્યાંય લખ્યો નથી તો ગાર્ડ ગુસ્સે થઈ ગયો અને અમારી પર બુમો પાડવા લાગ્યો હતો. ત્યારબાદ અમારા ગાઈડે જ્યારે ગાર્ડ પાસે વાતચીત કરી ત્યારે તેઓએ જવાની અનુમતિ આપી હતી.
ડોરિને કહ્યું કે જ્યારે અમે પાછા ફર્યા ત્યારે જોયું કે ગાર્ડે દરવાજો બંધ કરી દીધો હતો તો જેને જોઈ હું ચકિત થઈ ગયો હતો. અમે બહાર ઉભેલા ગાર્ડથી દરવાજો ખોલવા માટે કહ્યું તો તેઓ અમારી પર બુમો પાડવા લાગ્યા અને કહ્યું કે અમે જો ફરિવાર દરવાજો ખોલવાની વાત કરીશું તો અમારી સાથે મારપીટ કરવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી પસાર થઈ રહેલા લોકોએ આ મામલે હસ્તક્ષેપ કર્યા બાદ ગાર્ડે દરવાજો ખોલ્યો હતો.
ગાઈડ અમિત ઉપાધ્યાયે જણાવ્યું કે ઘટનાની ફરિયાદ કરાવતા સમયે પોલીસે કારણ વગરના સવાલ પૂછ્યા. પોલીસે સ્વિસ યુગલની મદદ કરવાને બદલે તેઓને વધારે ટોર્ચર કર્યું.