(એજન્સી) તા.૧૮
ઉત્તરપ્રદેશ સરકાર હવે આગ્રા જિલ્લાનું નામ બદલીને ‘અગ્રવન’ કરવાની તૈયારીમાં છે. શાસને ડૉ.ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીથી આ સંદર્ભના પ્રસ્તાવ પર પુરાવા માંગ્યા છે. પૂછ્યું છે કે, આગ્રાનું નામ અગ્રવન કેમ કરવામાં આવે ? પુરાવાઓને લઈને યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગ મંથન કરી રહ્યું છે. અંગિરા, અરગલપુર, ઉગ્રસેનાપુર, અકબરાબાદ, અગ્રવન અથવા પછી આગ્રા, તાજનગરીના પ્રાચિન ઈતિહાસને શોધવાની તજવીજ શરૂ થઈ ગઈ છે. આમાં આગ્રાનું નામ ક્યારે, કોણે અને કંઈ રીતે અગ્રવન રૂપે પ્રયોગ કર્યો ? પુરાવા મળ્યા પછી શાસનને અહેવાલ આપવો પડશે. યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના પ્રમુખ પ્રો. સુગમ આનંદ અનુસાર શાસનના પત્રના આધાર પર કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રમાણ શોધવાની આવી રહ્યા છે. કોઈ તથ્ય કે પુરાવા ઉપલબ્ધ થઈ જાય. શોધ કરવામાં આવી રહી છે કે, આ સંબંધમાં ઈતિહાસને સમજી શકાય, જો કયાંય પણ અગ્રવાનનો ઉલ્લેખ પણ છે, તો તેને પણ સ્થાપિત કરવામાં આવી રહેલ છે. કેમ કે, આગ્રાના નામને લઈને વિભિન્ન મત છે, પરંતુ અમે પ્રમાણ કે પછી અભિલેખ પર શોધ કરી રહ્યા છે. ડૉ. બીઆરએ યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં આગ્રાના અગ્રવન નામને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું, આગ્રાનું નામ અગ્રવન હતું કે નહીં. આના પર મંથન થયું. વિદ્વાનોએ કહ્યું કે, આગ્રા ગઝેટિયરમાં અગ્રવનનો ઉલ્લેખ મળે છે.