ગાંધીનગર, તા.૧૦
રાજ્યમાં ચકચાર જગાવી સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનારા વર્ષ ર૦૦રમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચને આગ લગાડવાના બનાવની તપાસ માટે રાજ્ય સરકારે નીમેલા જસ્ટિસ નાણાંવટી અને જસ્ટિસ મહેતા તપાસ પંચનો બીજો અહેવાલ વિધાનસભા ગૃહમાં આવતીકાલે બુધવારે મૂકાશે. જો કે, ઘણા સમયથી આ અહેવાલ ગૃહમાં મૂકવાની રાહ જોવાતી હતી. અહેવાલ ગૃહમાં મૂકવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા ઘણીવાર ઉગ્ર રજૂઆતો અને હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો. તદુપરાંત કોર્ટે પણ આ મુદ્દે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો ત્યારે આવતીકાલે વિધાનસભા ગૃહમાં સાબરમતી ટ્રેનમાં આગ લાગવાના બનાવની તપાસનો અહેવાલ રજૂ કરાશે ત્યારે ગૃહમાં હંગામો થવાની શક્યતા છે. શાસક અને વિપક્ષ આ મુદ્દે આમને-સામને આક્ષેપ પ્રતિઆક્ષેપ કરે તેવી શક્યતા છે.
રાજ્ય સરકાર આવતીકાલે વિધાનસભામાં જસ્ટિસ નાણાવટી તપાસ પંચનો અહેવાલ રજૂ કરવા જઇ રહી છે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ના કોચને આગ લગાવવાના બનાવ અંગેની તપાસ કરી રહેલ જસ્ટિસ નાણાવટી તપાસ પંચ નો અહેવાલ આવતીકાલે વિધાનસભા ગૃહમાં રજૂ થવાનો છે રાજ્યભરમાં અત્યંત ચર્ચા જગાવનાર અને વિશ્વનું ધ્યાન ખેંચનાર ૨૦૦૨ના ગુજરાતના કોમી રમખાણો તથા ટ્રેન ના કોચને આગ લગાડવાના બનાવની તપાસ અંગે નો પ્રથમ તબક્કા નો અહેવાલ રાજ્ય સરકારને અગાઉ સુપરત કરી દેવામાં આવ્યો છે જસ્ટિસ નાણાવટી પંચે બે તબક્કામાં તપાસ અહેવાલ તૈયાર કર્યો હતો જે પૈકી પ્રથમ અહેવાલ ગૃહમાં રજૂ થઇ ગયો છે અને બીજા તબક્કાનો અહેવાલ રજુ થવાનો બાકી હતો જેને લઇને વારે ઘડીએ વિવિધ સંસ્થાઓ તથા વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા હોબાળો પણ કરવા માં આવતો હતો કે આટલા વર્ષો થયા છતાં સરકાર કેમ અહેવાલ રજૂ કરતી નથી અંતે કોર્ટ સમક્ષ ગુજરાત સરકારેતાજેતરમાં જણાવ્યું હતું કે જ્યારે વિધાનસભાનું સત્ર મળશે ત્યારે આ અહેવાલરજૂ કરવામાં આવશે એ અનુસંધાને આવતીકાલે વિધાનસભામાં ગુજરાત સરકાર જસ્ટિસ નાણાવટી તપાસ પંચ નો બીજા તબક્કા નો અહેવાલ આવતીકાલે રજૂ કરવા જઇ રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે ત્યારે હવે બીજા તબક્કાના અહેવાલને લઈને અનેક અટકળો વચ્ચે સસ્પેન્સ યથાવત છે ત્યારે આવતીકાલે જાહેર થશે કે ગોધરા ટ્રેનકાંડ ની તપાસમાં શું બહાર આવ્યું આ મુદ્દે અનેક અટકળો ચાલી રહી હતી એ અને રાજ્યભરમાં તેની ચર્ચા પણ ખૂબ થવા પામી હતી.