(એજન્સી) નવી દિલ્હી, તા.૩
પીએમ મોદીની મજાકથી ભાજપ અસહજ થઇ ગયો છે કારણ કે, ભારતના વડાપ્રધાન હંમેશા અમેરિકી રાષ્ટ્રપતિને મિત્ર કહીને સંબોધે છે. ભાજપના નેતા રામ માધવે ટિ્‌વટ કરી કહ્યું છે કે, બની શકે કે ટ્રમ્પને એ ખબર ના હોય કે, અફઘાનિસ્તાનમાં ભારત ફક્ત લાયબ્રેરી જ નહીં પણ માર્ગો, ડેમો, સ્કૂલો તથા સંસદભવનનું પણ નિર્માણ કરે છે.પીએમ વિરૂદ્ધ ટ્રમ્પની ટિપ્પણીનો કોંગ્રેસે પણ વિરોધ કર્યો છે જેમાં રાજ્યસભા સાંસદ અહમદ પટેલે ટિ્‌વટ કરીને પીએમ મોદી પર અમેરિકી રાષ્ટ્રપતિની ટિપ્પણીને અસ્વીકાર્ય ગણાવી છે. તેમણે કહ્યું કે આશા છે કે, આપણી સરકાર દૃઢતા સાથે જવાબ આપશે. અહમદ પટેલે અમેરિકાને યાદ અપાવ્યું કે, ૨૦૦૪ બાદથી અફઘાનિસ્તાનમાં ભારત વ્યાપક માર્ગો, ડેમો અને આર્થિક સહાયતા તરીકે ૩ બિલિયન ડોલર કરતા વધુની સતત મદદ કરીં રહ્યું છે.