(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.ર૬
રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પનોતા પુત્ર અહમદભાઈ પટેલ આજરોજ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. દરમ્યાન પત્રકારો સાથે ટૂંકી વાતચીત દરમ્યાન તેમણે કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આગામી લોકસભા ર૦૧૯માં કોંગ્રેસ અને સાથી પક્ષોની સરકાર બનશે તેવી ભવિષ્યવાણી કરી હતી.
પત્રકારો સાથે વાતચીત કરતા અહમદભાઈ પટેલે જણાવ્યું હતું કે, ર૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપની હાર નિશ્ચિત છે. હાલ કેન્દ્ર સરકાર પાસે કોઈ મુદ્દા જ નથી આથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી કટોકટને યાદ કરે છે. પરંતુ નોટબંધી એ દેશની સૌથી મોટી કટોકટી હતી. ક્ટોકટીને યાદ કરનાર મોદી શું ઈમરજન્સી સમયે જેલમાં ગયા હતા ? તેવો પ્રશ્ન તેમણે કર્યો હતો.