મોદી સરકાર ર.૦નું નવું અને પ્રથમ બજેટ આવી ગયું છે. શુક્રવારે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરી દીધું અને તેના પર અનેક પ્રતિક્રિયાઓ પણ આવવા માંડી છે. દરમિયાન સીપીઆઇએમના મહાસચિવ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે આ બજેટ તો છેતરપિંડી સમાન છે. તેમણે ટિ્‌વટ કરતાં લખ્યું કે નાણામંત્રીએ ફેબ્રુઆરી ર૦૧૯માં જાહેર કરાયેલા વચગાળાના બજેટને રિવાઇજ કરી દીધું છે. આ તો દેશના નાગરિકો સાથે ક્રૂર મજાક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોર્પોરેટના લોકોને પે બેક ટાઇમ આપ્યું. ૯૯.૩ ટકા લોકોને કરમાં અડધો અડધ રાહત મળી પણ અન્ય ભારતીય નાગરિકો ઉપર પેટ્રોલ-ડીઝલ પર આયાત ડ્યૂટી વધારીને ભાર ઝિંકી દેવાયો. દેશમાં હાલમાં રોજગારીની ભયંકર સમસ્યા જોવા મળી રહી છે. બજેટમાં તેના માટે કંઇ જ નથી. ખેડૂતોના સંકટ વિશે પણ કોઇ ઉલલેખ કરાયો નથી. જોકે બીજી બાજુ રાજદએ કહ્યું કે ર૦રર સુધીમાં ભારતના તમામ ઘરોમાં વીજળી કનેક્શન પહોંચી જશે. જોકે નરેન્દ્ર મોદીએ તો ર૦૧૯ના ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે અમે દેશના દરેક ખૂણેમાં વીજળી પહોંચાડી દીધી છે. દરમિયાન બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું કે આ બજેટ મોટા ઉદ્યોગપતિઓને જ રાહત પહોંચાડનારું છે અને પ્રાઇવેટ સેક્ટરને તેનાથી પ્રોત્સાહન મળશે. તેમાં દલિતો અને પછાત વર્ગના લોકો માટે કંઇ જ નથી. ગરીબી, બેરોજગારી, ખેડૂતો અને ગ્રામીણોની સમસ્યાઓનો કોઇ ઉલલેખ સુદ્ધા નથી. જોકે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અહેમદ પટેલે પણ આ દરમિયાન બજેટ અંગે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ તો મોદી સરકારનું ચૂંટણી ઢંઢેરો છે. આ કોઇ કેબિનેટ બજેટ નથી. બેન્કોને ૭૦ હજાર કરોડનું બેલઆઉટ પેકેજ અપાય છે પણ ખેડૂતો માટે કોઇ જોગવાઇ નહીં. ડીડી કિશાને ક્યારેય ખેડૂતોની મદદ કરી નથી તે હંમેશા ફિલ્મો બતાવ્યા કરે છે. અને હવે આપણી પાસે છે ડીડી સ્ટાર્ટઅપ. આ દરમિયાન કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પણ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીની બીજી સરકારનું આ પ્રથમ બજેટ અત્યંત નબળું જણાય છે. બીજી બાજુ ઇંધણના ભાવમાં વધારો કરીને ઘા પર મીઠું ભંભેરવા સમાન કામ કરાયું છે.