(એજન્સી) તા.૨૫
મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના ચોંકાવનારા પરિણામો તાજેતરમાં જ સૌ કોઈની સામે આવી ગયા છે. તેમાં જોવા મળ્યું કે સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ ફરીવાર સોનિયા ગાંધીના યુગમાં પાછી ફરી રહી છે અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેવા કે અહમદ અને ગુલામ નબી આઝાદ પાર્ટીને વધુ મજબૂત બનાવી રહ્યા છે અને પરિણામ પછી તેઓ પાર્ટીની આ વિકાસ ગતિને જાળવી રાખી શકે તેમ છે. મહારાષ્ટ્ર અને હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી ફરી સજીવ થતી દેખાઈ રહી છે અને ભાજપ સામે તેણે હવે મજબૂત પડકાર ઊભો કરી દીધો હોય તેવો આભાસ થઈ રહ્યો છે. હરિયાણામાં કુલ ૯૦ વિધાનસભા બેઠકો હતી અને કોંગ્રેસે તેના પર કબજો કરવા માટે ભૂપેન્દ્રસિંહ હુડ્ડાનો સહારો લીધો અને રાજ્યમાં પાર્ટીની કમાન તેમને સોંપી. કોંગ્રેસે તમામ એક્ઝિટ પોલને ખોટા પાડી દીધા અને ભાજપને પણ તેનો જાદુઈ આંકડો મેળવતાં અટકાવી દીધો. આ પાર્ટીના જૂના સંરક્ષકો જેવા કે ગુલામ નબી આઝાદ અને અહમદે આ વખતે હરિયાણામાં પાર્ટીને ફરી સ્થિર અને મજબૂત કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હૂડ્ડા અને રાજ્ય એકમના અધ્યક્ષ કુમારી સેલજા પણ અહેમદ પટેલના નજીકના મનાય છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિમણૂક કરેલા અશોક તંવર પાર્ટીનો સાથ છોડી ગયા હતા. મહારાષ્ટ્રમાં પણ પાર્ટીએ અશોક ચવાણનો રસ્તો કર્યો હતો. મુંબઈ એકમમાં પાર્ટીએ એકનાથ ગાયકવાડને એક્ટિંગ પ્રેસિડેન્ટ બનાવ્યા હતા અને મિલિન્દ દેવરાએ રાજીનામું ધર્યુ હતું. લોકસભા ચૂંટણીના પરાજય પછી આ તમામ પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી હતી. આ તમામ પગલાં સૂચવે છે કે કોંગ્રેસ હવે સોનિયા ગાંધીના યુગમાં પાછી ફરી રહી છે અને તે અલ્કા લાંબા કે કિર્તી આઝાદ કરતાં યુવાઓને વધુ પ્રાધાન્ય આપી રહી છે.
સોનિયા ગાંધી યુગની વાપસી, અહેમદ પટેલ કમાન સંભાળતા દેખાયા

Recent Comments