અંકલેશ્વર, તા.૧૮
જૈન સમાજના શિખરસ્થ મુનિ, રાષ્ટ્રીય એકતા, સામાજિક અને ધાર્મિક સમરસતા માટે સદેવ કાર્યરત એવા સેવા સંત રૂપમુનિજી મ.સા.ના સંથારા અંગે રાજ્યસભા સાંસદ અહમદભાઈ પટેલે શોક વ્યક્ત કર્યો છે. અહમદભાઈ પટેલે પોતાના શોકસંદેશમાં મુનિ રૂપમુનિજી મ.સા.ના સંથારા અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેઓ ધર્મ ઉપરાંત સામાજિક અને રાષ્ટ્રીય સૌહાર્દ અને એકતાના હિમાયતી હતા. તેઓના સંદેશ અને પ્રવચનમાં તેઓની સદ્‌ભાવના તમામને સ્પર્શતી હતી. આવી વિરલ વિભુતિના દેવલોકગમનથી રાષ્ટ્ર અને સમાજને અપુરણિય ખોટ પડી છે. હું હૃદયપૂર્વક તેમને શ્રદ્ધાંજલિ અર્પું છું અને તેમના ચિંધેલા માર્ગ પર આપણે સૌ ચાલીએ એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ હશે.