અંકલેશ્વર,તા.ર૧
દેશની પ્રજાનું હીત જેમના હૈયે સમાયુ હોય તેવા રાજકીય નેતા તથા સાંસદ અને અખીલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી અહમદભાઈ પટેલની ૭૧મી વર્ષગાંઠ નિમિત્તે અત્રેના તેઓના માદરે વતન પીરામણ ગામ ખાતે આજરોજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પરિમલસિંહ રણા તથા જિલ્લા કોંગ્રેસના પ્રવકતા નાઝૂ ફડવાલા તથા મ્યુ. સભ્ય અને વિપક્ષ નેતા ભૂપેન્દ્રજાની સહિતના આગેવાનોએ કેક કાપીને તથા મીઠાઈ અને ચોકલેટ વહેંચીને ઉજવણી કરી હતી. અહમદભાઈ પટેલ દ્વારા ભરૂચ જિલ્લામાં બ્રિજ તથા અંકલેશ્વરમાં કરોડોના ખર્ચે સુવિધાસહ હોસ્પિટલ ઊભી કરાઈ છે તથા જીઆઈડીસી; એફડીડીઆઈ જે કામદારો ફુટવેર ડિઝાઈનર માટે કોર્સ કરવાથી રોજગારી મળે છે તથા કામદારો માટે ઈ.એસ.આઈ.સી.ની હોસ્પિટલ અંકલેશ્વર ખાતે ઊભી કરાઈ છે. આવા ઘણાં રહીશો તથા જનતાને ઉપયોગી કચેરીઓ તથા હોસ્પિટલો અને રહીશો દૂર સુધી ન જવું પડે જે માટે સ્થાનિક વિસ્તારમાં ઊભી કરાતાં જાહેર જનતા માટે રાહત રૂપ પુરવાર થયા છે. આ પ્રસંગે પીરામણ ખાતે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસના જનરલ સેક્રેટરી વસીમ ફડવાલા, તાલુકા યુવા પ્રમુખ ભરત પરમાર, મુકેશ જૈન, માગીલાલ રાવલ, ફારૂક શેખ (ભાગ્યોદય) પીરામણ સરપંચ ઈમરાન પટેલ, અસલમ હાટિંયા, મનુભાઈ સોલંકી, પ્રતિક કાયસ્થ વિનય પટેલ, શેલેન્દ્રસિંહ દરબાર, સુરેન્દ્ર અટોદરિયા, તાલુકા પ્રમુખ બાબુભાઈ પટેલ, ધીરજ પંચાલ સહિતના કોંગ્રેસીજન ઉપસ્થિત રહીને અહમદભાઈ માટે શુભકામના પાઠવી હતી.