(મુનીર શેખ દ્વારા)
અંકલેશ્વર, તા.૯
જેની ઘણા દિવસોથી આતુરતાથી રાહ જોવાતી હતી જે દિવસ આવી પહોંચતા તા.૮-૮-૧૭ના રોજ અંકલેશ્વર શહેર તાલુકાના કોંગ્રેસના અગ્રણીઓ સાથે તથા કાર્યકરો ગાંધીનગર ખાતે રાજ્યસભાની ચૂંટણીમાં હજારોની સંખ્યામાં પહોંચી ગયા હતા અને સવારથી મતદાન શરૂ થતા જ ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ સસ્પેન્સ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી અને જેના માટે છેક સાંજે મતગણતરી અંગે ભારે રસાકસી જોવા મળી હતી અને છેક રાત્રિના ૧ઃ૩૦ કલાકે બે ધારાસભ્યોના રદ વોટ અંગે દિલ્હી ખાતેથી ચૂંટણી પંચે નિર્ણય લીધા બાદ મત ગણતરી યોજાઈ હતી અને જેમાં પહેલી પસંદના અહમદ પટેલ જીતેલા જાહેર થયા હતા. તેઓને ૪૪ મત મળ્યા હતા અને અમિત શાહ તથા સ્મૃતિ ઈરાનીને ૪૬ મતો મળ્યા હતા. જ્યારે જેના માટે ચૂંટણી યોજાઈ તેવા બલવંતસિંહ રાજપૂતને ફક્ત ૩૮ મત મળ્યા હતા.
જે માટે અહમદ પટેલને જીતેલા જાહેર કરાતાં કોંગ્રેસના અગ્રણીઓ તથા કાર્યકરોમાં આનંદ તથા ઉત્સાહ જોવા મળ્યો હતો અને અંકલેશ્વર ખાતે પિરામણ ગામે અહમદ પટેલના નિવાસસ્થાન પાસે તથા શહેરમાં ઠેર-ઠેર આતશબાજી તથા ફટાકડા ફોડાયા હતા અને મીઠાઈ વહેંચીને મોં મીઠંુ કરાવાયાં હતાં.
ગાંધીનગર ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા તથા રાષ્ટ્રીય નેતા અહમદભાઈ પટેલે તમામ કોર્પોરેટરોને મળીને આભાર વ્યક્ત કર્યો હતો. આમ અંકલેશ્વર શહેર તથા તાલુકામાં અહમદભાઈ પટેલની જીતથી જશ્નનો માહોલ જોવા મળ્યો હતો.
માદરે વતન પિરામણ ગામે વિજયોત્સવ મનાવાયો
અંકલેશ્વર, તા.૯
રાજ્યસભામાં ખૂબ જ રસાકસી બાદ ભારે જીત હાંસલ કરનાર અહમદભાઈ પટેલના માદરે વતન અંકલેશ્વરના પિરામણ ગામે મીઠાઈ વહેંચી અને આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. જેમાં પિરામણના ડે. સરપંચ ઈમરાન પટેલ, માજી સરપંચ વસીઉલ્લા પટેલ, અસલમ, હાંટિયા, યુનીસ નવાબ, અલ્તાફ ઉનિયા, સોયેબ પતરાવાલા, મૌલાના બોથાન, નદીમ મીર્ઝા, અસ્ફાક પઠાણ (રાજા), હાફિઝ કાનુગા, પંચાયત સભ્ય અને માજી. ડે.સરપંચ સલીમ પટેલ, હરેશ પરમાર, સલીમ શેખ, અખ્તર મલેક, સલીમ ચાવાલા, સીકંદર ફડવાલા, તારીખ શેખ, યુનુસ શેખ (મ્યુ. સભ્ય અંકલેશ્વર ન.પા.) ઝાહીદ ફડવાલા, આશિશ જોષી, અમીર મુલ્લા સહિત પિરામણ ગામના યુવાનો કોંગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ ઉપરાંત અંકલેશ્વર શહેરના પિરામણ નાકા ત્રણ રસ્તા, કાગદીવાડ, કસ્બાતીવાડ સહિતના વિવિધ વિસ્તારોમાં આતશબાજી કરી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો.

કોંગ્રેસના અચ્છે દિનની શરૂઆત

અંકલેશ્વર, તા.૯
ગાંધીનગર ખાતે અહમદ પટેલના રાજ્યસભાના સાંસદની ચૂંટણીમાં વિજય હાંસલ થતાં રાષ્ટ્રીય નેતા તથા સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે આ સત્યનો વિજય છે અને હવે કોંગ્રેસના અચ્છે દિનની શરૂઆત થઈ ચૂકી છે અને મારી જીત અંગે તમામ ધારાસભ્યો, કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ તથા કાર્યકરો અને ગુજરાતની પ્રજાનો વિજય છે અને જે અંગે કોંગ્રેસના વિજયની શરૂઆત ગુજરાતથી શરૂઆત થઈ ચૂકી છે.