અમદાવાદ,તા.૮
બોપલ ઉમિયા માતા મંદિર પાસે બીઆરટીએસ બસ અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બેના મોત થયા છે. સવારે થયેલા અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ. જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
બોપલ પોલીસ મુજબ ઘુમાગામના રહેવાસી વિપુલ ભાભોર (ઉ.વ.૨૦) અને કલ્પેશ આમલિયા (ઉ.વ ૨૦) સવારે પલ્સર બાઈક લઈ અને નીકળ્યા હતા. ઉમિયા માતા મન્દિર પાસે બીઆરટીએસ ટ્રેકમાં પુરઝડપે બાઈક ચલાવતા સામેથી આવતી બીઆરટીએસ બસ સાથે બાઈક અથડાતા બંનેને ગંભીર ઇજાઓ થઈ હતી. જેમાં વિપુલનું મોત નીપજ્યું હતું જ્યારે કલ્પેશને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પલ્લવ ચાર રસ્તા પાસે બીઆરટીએસ બસ-કાર અને એક્ટિવા વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં એક્ટિવા ચાલક શંભુસિંહ પવારનું ઘટનાસ્થળે મોત થયું હતું. અને સવારે બાઈક અને બીઆરટીએસ બસ વચ્ચે અકસ્માત સર્જાતા બેના મોત નીપજ્યા છે.