અમદાવાદ, તા.૨૧
બીઆરટીએસની ટક્કરે અકસ્માતમાં બે સગા ભાઈઓનાં મોત નિપજ્યા હતા. તેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે એકનો જીવ બચી જાય તે માટે શહેરની શેલ્બી હોસ્પિટલની મહિલા સહિત બે ડોક્ટરે ઘાયલ યુવાનને સીપીઆર આપીને જીવ બચાવવા પ્રયાસ કર્યા હતા. ડોક્ટરોની સતર્કતાએ હાજર લોકો અને પરિવારજનોમાં એક નવી ચેતના જગાડી હતી કે એકનો તો જીવ બચી જ જશે. મહિલા ડોક્ટરે તો યુવાનને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપ્યું હતું. પરંતુ બંને ડોક્ટરે આપેલા સીપીઆર તેમજ મહિલા ડોક્ટરના માઉથ ટુ માઉથ રેસ્પીરેશન છતાં બીજા ભાઈનો પણ જીવ બચ્યો ન હતો. બંને ડોક્ટરના પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા પરંતુ અજાણ્યા યુવકને બચાવવા માટે કરેલા પ્રયાસને પગલે માનવતા મહેંકી ઊઠી હતી. મહિલા ડોક્ટરે અકસ્માતમાં ઘાયલ થયેલા યુવાનને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન આપવા પ્રયાસ કર્યો હતો. તેમના પ્રયાસથી માનવતા મહેંકી ઊઠી હતી. આ પદ્ધતિને માઉથ ટુ માઉથ રેસ્પિરેશન કહેવામાં આવે છે. આ પદ્ધતિ કૃત્રિમ વેન્ટિલેટરનું એક રૂપ છે. એક વ્યક્તિ અન્ય પીડિત વ્યક્તિને જ્યારે મોંના માધ્યમથી શ્વાસ આપે છે. આ પ્રક્રિયા દરમિયાન જે વ્યક્તિ પીડિતના મોંમાં પોતાના શ્વાસ આપે છે તે શ્વાસ સામેની વ્યક્તિના ફેફસાં સુધી પહોંચે છે. જેથી પીડિતને ફરીથી શ્વાસ લેવામાં મદદ મળે છે અને તે જેથી તે પુર્નજીવિત પણ થઈ શકે છે.