અમદાવાદ શહેરમાં લોકો હજુ પણ જોરદાર ગરમીનો અનુભવ કરી રહ્યા છે. પારો સતત નીચે જવાના બદલે ૪૦ અને ૩૯ ડિગ્રી વચ્ચે રહ્યો છે. મોનસુનની સીઝનમાં પારો અમદાવાદમાં ૪૧ પહોંચ્યો છે ત્યારે જાણકાર લોકોમાં આની ચર્ચા જોવા મળી રહી છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યું હતું. ડિસામાં પણ પારો ૪૧ ડિગ્રી સુધી પહોંચ્યો છે. વરસાદમાં બ્રેકની સ્થિતિને લીધે તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પણ પારો યથાવત રહી શકે છે. હળવો વરસાદી ઝાપટાની આગાહી તંત્ર દ્વારા કરવામાં આવી છે. આંશિક વાદળ છાયુ વાતાવરણ હોવા છતાં વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી નથી. ડિસામાં પણ પારો આજે વધીને ૪૧.૨ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.