ગાંધીનગર, તા.૨૮
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ ૮૦.૦૬ ટકા રહ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં આ વખતે અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓની ટકાવારી ઉંચી રહી છે. અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓની ટકાવારી ૭૨.૪૨ ટકા રહી છે. જ્યારે ગ્રામીણ વિસ્તારનું પરિણામ ૭૦.૭૭ ટકા રહ્યું છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાંથી ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૧૮૫૬ નોંધાઈ હતી જ્યારે ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૫૧૬૬૫ રહી હતી. એવન ગ્રેટ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા અમદાવાદ શહેરમાં ૪૮૫ અને એટુ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૮૬ રહી છે. જ્યારે ઇટુમાં રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૧૧૫૬૯ રહી છે. જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં ૩૭૮૫૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૭૬૩૩ રહી છે. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૯૦.૧૨ ટકા રહ્યુ છે. ૭૨.૬૯ ટકા વિદ્યાર્થીનિઓ પાસ થઇ છે. જ્યારે વિદ્યાર્થીઓમાં પાસની ટકાવારી ૬૨.૭૩ ટકા રહી છે. એવન ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૩૭૮ જેટલી નોંધાઇ છે. આવી જ રીતે એટુ ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૩૯૫૬ રહી છે. જિલ્લાવાર ટકાવારીની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ સૌથી વધારે છે. અમદાવાદ ગ્રામ્યમાં એવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૨૩ નોંધાઈ છે. જ્યારે બીવન ગ્રેડ મેળવનાર ગ્રામ્ય વિદ્યાર્થીઓની સંખ્યા ૩૯૪૪ રહી છે. સીવન ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ગ્રામ્યમાં ૮૦૮૬ અને શહેરમાં ૧૧૦૯૪ રહી છે. અમદાવાદ શહેરમાં બીવનમાં ૫૮૬૩ અને ગ્રામ્યમાં બીવનમાં ૩૯૪૪ રહી છે. શહેરમાં રહેતા વિદ્યાર્થીઓ આ વખતે ગ્રામ્યના વિદ્યાર્થીઓ કરતા પરિણામની ટકાવારીના મામલામાં પણ આગળ રહ્યા છે અને એવન મેળવનાર પણ આગળ રહ્યા છે. પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ વાલીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. બોર્ડનું પરિણામ આજે સવારે વિધિવતરીતે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. આજે જ વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપી દેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમદાવાદનું ગ્રેડ વાઈઝ પરિણામ

અમદાવાદ શહેર
નોંધાયેલા વિદ્યાર્થી ૫૧૮૫૬
ઉપસ્થિત ૫૧૬૬૫
એ વન ૪૮૫
એ ટુ ૩૦૮૬
બી વન ૫૮૬૩
બી ટુ ૮૯૬૮
સી વન ૧૧૦૯૪
સી ટુ ૭૪૭૮
ડી ૪૭૦
ઈ વન ૨૬૮૨
ટકાવારી ૭૨.૪૨
અમદાવાદ ગ્રામ્ય
નોંધાયેલા વિદ્યાર્થી ૩૭૮૫૪
ઉપસ્થિત ૩૭૬૩૩
એ વન ૩૨૩
એ ટુ ૧૯૯૯
બી વન ૩૯૪૪
બી ટુ ૬૧૯૦
સી વન ૮૦૮૬
સી ટુ ૫૬૮૧
ડી ૪૦૮
ઈ વન ૧૯૮૪
ટકાવારી ૭૦.૭૭