અમદાવાદ, તા.ર૮
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એઆઈસીસીના સોશિયલ મીડિયા વિભાગના ચેરમેન તરીકે રોહન ગુપ્તાની તત્કાલ અસરથી નિમણૂંક કરી છે. તેઓ વર્ષ ૨૦૧૭થી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નેશનલ મીડિયા કો-ઓર્ડિનેટર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત તેઓએ વર્ષ ૨૦૧૧થી ૨૦૧૮ સુધી ગુજરાત કોંગ્રેસ આઈ.ટી. સેલના ચેરમેન તરીકે પણ સેવા આપી છે. રોહન ગુપ્તાની વર્ષ ૨૦૧૧માં ગુજરાત કોંગ્રેસ આઈટી સેલના ચેરમેન તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી.