National

કેન્દ્ર એર ઈન્ડિયાનો ૧૦૦ ટકા હિસ્સો વેચશે, રાષ્ટ્રીય એરલાઈન હવે ખાનગી થશે

(એેજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
સરકારે એર ઈન્ડિયાનો પોતાનો સમગ્ર ૧૦૦ ટકા હિસ્સો વેચવા નિર્ણય કર્યો છે. એરલાઈનનું ખાનગીકરણ સરકારની વિનિવેશીકરણની પ્રસ્તાવિત યોજના હેઠળ કરવામાં આવશે. રાજ્યકક્ષાના કેન્દ્રીય ઉડ્ડયન મંત્શ્રી હરદીપ સિંઘ પુરીએ માહિતી આપી હતી. છેલ્લા ઘણા વર્ષોથી સરકારની માલિકી ધરાવતી એર ઈન્ડિયા નુકસાન કરી રહી છે. એમના ઉપર પ૦ હજાર કરોડનું દેવું થઈ ગયું છે. લોકસભામાં મંત્રી હરદીપ પુરીએ માહિતી આપી જણાવ્યું હતું કે નવી સરકારની રચના પછી એર ઈન્ડિયા સ્પેસિફિક અલ્ટરનેટિવ મિકેનિઝમનું પુનર્ગઠન કરાયું હતું અને નિવેશીકરણની પ્રક્રિયા પુનઃ શરૂ કરી હતી જેમાં એર ઈન્ડિયાના વેચાણને મંજૂરી અપાઈ હતી. પુરીએ માહિતી આપી હતી કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા રપ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેમાં એરપોર્ટોના વિકાસ આધુનિકીકરણ અને વધુ માળખાકીય સુવિધાઓ ઊભી કરશે. પુરીએ કહ્યું કે સરકારે ઉડ્ડયન ક્ષેત્રના વિકાસ માટે ઘણા પગલા લીધા છે જેમાં જેટ એરલાઈનના વિમાનો અન્ય એરલાઈનોને વેચવા પ્રયાસો કર્યા છે. નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯માં એર ઈન્ડિયાને અંદાજિત ૮પપ૬-૩પ કરોડ રૂપિયા નુકસાન થયું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    NationalPolitics

    કેજરીવાલને ૬ દિ’ના રિમાન્ડ, AAP દેશવ્યાપી વિરોધ કરશે

    કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ…
    Read more
    NationalPolitics

    દિલ્હી લિકર પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પૂછપરછ પછી : અરવિંદ કેજરીવાલની ધરપકડ

    ED ના કેસમાં દિલ્હી હાઇકોર્ટ દ્વારા…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.