(એજન્સી) નવી દિલ્હી, તા.૭
દિલ્હી કોર્ટે આજે પી.ચિદમ્બરમ્ અને એમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ્ને એરસેલ-મેક્સિસ કેસમાં ધરપકડ માટે આપેલ રક્ષણને ૮મી ઓક્ટોબર સુધી લંબાવ્યું હતું. બન્ને સામે સીબીઆઈ અને ઈડીએ કેસો દાખલ કર્યા છે. સ્પે.જજ ઓ.પી.સૈનીએ સુનાવણી ૮મી ઓક્ટોબરે રાખી છે. એજન્સીઓ તરફ હાજર રહેલ વકીલની વિનંતીથી કેસ મોકૂફ રખાયો હતો. સીબીઆઈ અને ઈડીના વકીલોએ કોર્ટને જણાવ્યું કે અમને વિગતવાર જવાબ દાખલ કરવા માટે હજુ સમય જોઈએ છે અને અમારા મુખ્ય વકીલની તબિયત પણ સારી નથી. પી.ચિદમ્બરમ્ અને કાર્તિ સામે ૧૯મી જુલાઈએ સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી હતી.
એરસેલ-મેક્સિસ કેસ : કોર્ટે ચિદમ્બરમ્, પુત્ર કાર્તિને ધરપકડમાં અપાયેલ વચગાળાનું રક્ષણ ૮મી ઓક્ટોબર સુધી લંબાવ્યું

Recent Comments