(એજન્સી) તા.૧૭
મુગલસરાય રેલવે સ્ટેશનને આરએસએસ વિચારક દીનદયાળ ઉપાધ્યાયનું નામ આપ્યા પછી ઉત્તરપ્રદેશ સરકારે બરેલી, કાનપુર અને આગ્રાના એરપોર્ટનું નામ બદલવા માટે કેન્દ્ર સરકાર પાસે મંજૂરી માંગી છે. આ ત્રણેય એરપોર્ટ ડિફેન્સ એરપોર્ટ હોવાથી રાજ્ય સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા જુદા જુદા સ્તરે મંત્રણા કરી રહી છે. રાજ્ય નાગરિક ઉડ્ડયન વિભાગના પ્રસ્તાવ મુજબ બરેલી એરપોર્ટનું નામ ‘નાથનગરી’ રાખવામાં આવશે. નાથ સંપ્રદાયમાંથી અભણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ પહેલા ગોરખપુર એરપોર્ટના સિવિલ ટર્મિનલનું નામકરણ મહા યોગી ગોરખનાથના નામ પરથી કરી દીધું છે. યુપીના નાગરિક ઉડ્ડયનમંત્રી નંદ ગોપાલ નંદીએ કહ્યું હતું કે, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ટૂંક સમયમાં જ બેઠક કરવામાં આવશે.
બરેલી, કાનપુર અને આગ્રા એરપોર્ટનું નામ બદલવા માટે યુપી સરકારે કેન્દ્રને વિનંતી કરી

Recent Comments