મુંબઈ, તા.૧૫
વોડાફાન આઇડિયા અને ભારતી એરટેલનો સંયુક્ત નુકસાનનો આંકડો ૭૪૦૦૦ કરોડ સુધી પહોંચી ગયા બાદ તેમના ઓપરેશનને લઇને શંકા પ્રવર્તી રહી છે. આવી સ્થિતિમાં કારોબારીઓમાં પણ ચર્ચા જોવા મળી રહી છે. જો કે, સરકાર તરફથી રાહત આપવામાં આવી શકે છે. વોડાફોન આઈડિયાના શેરમાં આજે ઘટાડો રહ્યો હતો પરંતુ એરટેલના શેરમાં આઠ ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે, વોડાફોન આઈડિયાનો નેટ નુકસાનનો આંકડો ૫૦૯૨૨ કરોડ રૂપિયા સુધી પહોંચી ચુક્યો છે જે કોર્પોરેટ ઇન્ડિયાના ઇતિહાસમાં હજુ સુધીનો સૌથી મોટો નુકસાનનો આંકડો છે. એડજસ્ટ ગ્રોસ રેવેન્યુ સાથે સંબંધિત આઉટસ્ટેન્ડિંગ પેમેન્ટના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે. બીજી બાજુ એરટેલ કંપનીને પણ નેટ નુકસાનનો આંકડો ૨૩૦૪૫ કરોડ રૂપિયા સુધી પહોંચી જતાં ખળભળાટ મચી ગયો છે. આ બંને કંપનીઓ ઓપરેશન જારી રાખી શકશે કે કેમ તેને લઇને તમામમાં ચર્ચા જોવા મળી રહી છે. ભારતી એરટેલને નુકસાનનો આંકડો પણ ઉલ્લેખનીય રહ્યો છે. ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં ત્રિમાસિક ગાળાના નુકસાનની વાત કરવામાં આવે તો વોડાફોન આઈડિયાનો આંકડો સૌથી વધારે રહ્યો છે. જો આ બંને કંપનીઓ વધુ મુશ્કેલી અનુભવ કરશે તો સમસ્યાઓ સર્જાઈ શકે છે. ગ્રાહકોને પણ આને લઇને હેરાનગતિ થશે.
વોડાફોન-એરટેલનું નુકસાન ૭૪,૦૦૦ કરોડે પહોંચ્યું કોર્પોરેટ ઈતિહાસમાં નુકસાનનો સૌથી મોટો આંકડો

Recent Comments